મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી નજીક શ્રીહરિ કોમ્પલેક્ષમાં બે દુકાનદાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: સામસામી ફરિયાદ


SHARE









મોરબી નજીક શ્રીહરિ કોમ્પલેક્ષમાં બે દુકાનદાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: સામસામી ફરિયાદ

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ કાવેરી સિરામિક પાસે શ્રીહરિ કોમ્પલેક્ષમાં બાજુ બાજુમાં દુકાન ધરાવતા બે વેપારીઓ વચ્ચે સામાન દુકાન પાસે નહીં રાખવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યાર બાદ ઝપાઝપી અને ગાળા ગાળી થઈ હતી અને પછી લોખંડના સળિયા, ધોકા, હથોડા જેવા હથિયાર વડે મારામારીનો બનાવ બન્યો હતો જેથી કરીને ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં બંને પક્ષેથી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામી ફરિયાદ લઈને ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા વિરલભાઈ જીતેન્દ્રભાઈ પીઠવા જાતે લુહાર (૨૭)એ ધનજીભાઈ પરમાર, કિરીટભાઈ ધનજીભાઈ પરમાર, ધ્રુવભાઈ ધનજીભાઈ પરમાર અને અજાણ્યો માણસ આમ ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, કાવેરી સિરામિક પાસે શ્રીહરી કોમ્પ્લેક્સમાં તેની તેમજ આરોપીઓની દુકાન બાજુ બાજુમાં છે અને આરોપીઓએ ફરિયાદી યુવાનને સામાન દુકાન પાસે નહીં રાખવા બાબતે બોલાચાલી કરી હતી ત્યાર બાદ ઝપાઝપી કરીને ગાળો બોલી લાકડાના ધોકા, સળિયા અને હથોડા જેવા હથિયાર વડે ફરિયાદી યુવાન તથા તેના પિતાને આડેધડ માર્યો હતો અને ઇજા કરી હતી જેથી ફરિયાદીના પિતાને જમણી આંખમાં તથા ડાબા હાથની આંગળીએ ઇજા થઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી બંને વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી મારામારીના બનાવમાં માળિયા ફાટક પાસે આવેલ ભાગ્યોદય કારખાના પાસે રહેતા ધનજીભાઈ ધાબાભાઇ પરમાર (૪૫)એ ટીનાભાઇ લુહાર અને ટીનાભાઇ લુહારના દીકરા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેના ગેરેજની આગળના ભાગમાં આરોપીઓએ વાહન રાખેલા હતા જે વાહન આઘા લેવા માટે તેને કહ્યું હતું જે સારું નહીં લાગતા લાકડી અને પાઇપ જેવા હથિયાર વડે આવીને ફરિયાદી તથા ફરિયાદીના દીકરાઓને ગાળો આપી ઝપાઝપી કરીને ફરિયાદીને ઢીંચણ પાસે પાઈપ મારીને ઈજા કરી હતી અને કિરીટભાઈને મોઢાના ભાગે તથા શરીરે માર માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી કરીને હાલમાં ધનજીભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મારામારી, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News