મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાના હીરાપર ગામે અજુગતું પગલું ભરી ગયેલ પરણીતાનું સારવાર દરમિયાન મોત


SHARE









મોરબી : ટંકારાના હીરાપર ગામે અજુગતું પગલું ભરી ગયેલ પરણીતાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ હીરાપર ગામે કારખાનાની અંદર મજૂરી કામ કરી ત્યાં લેબર કવાટરમાં રહેતી પરણીતાએ ગળેફાંસો ખાતા તેણીને બેભાન હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને અહીં ટૂંકી સારવાર દરમિયાન આદિવાસી મહીલાનુ મોત નિપજયુ હોય આ બાબતે પોલીસમાં જાણ કરાતા હવે પોલીસે આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ટંકારાના હીરાપર ગામે આવેલ એડિકા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં આવેલ લેબર ક્વાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા મંજુબેન ભેરૂભાઈ ગણાવા (ઉમર ૨૦) નામની આદિવાસી મહિલાએ તા.૨૦ ના રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં તેઓના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાધો હતો જો કે તેના પતિને જાણ થતા તેઓએ તેણીને બચાવીને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડી હતી.અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન મંજુબેન ભેરૂભાઈ ગણાવા નામની ૨૦ વર્ષીય પરણીતાનું મોત નીપજ્યું હતું હાલ હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરીને બનાવ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હોય આગળની તપાસ અર્થે ટંકારા પોલીસને જાણ કરી હતી.

મજુર યુવાન સારવારમાં

મૂળ ઉત્તર પ્રદેશના ગુના જિલ્લામાં આવેલ બમોલી તાલુકાના શિકારી ગામના રહેવાસી અને હાલ મોરબીના સામા કાંઠે લગધીરપુર રોડ ઉપર આવેલ સમર્પણ સીરામીકના લેબરકોટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા મહોબ્બતભાઈ સરદારભાઈ નામના 27 વર્ષના યુવાનને કારખાનામાં કામ દરમિયાન કોઈ ઝેરી જનાવર કરી જતા તેને શહેરના સામા સાથે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો હોસ્પિટલ તરફથી સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી હતી જેથી તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કાગરા દ્વારા આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં

મોરબીના મોટા દહીંસરા ગામે રહેતા ભરતભાઈ છગનભાઈ ઇન્દરિયા નામના ૪૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે નવલખી હાઇવે ઉપર પીપળીયા ચોકડી પાસેથી તે બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં અકસ્માતે તે બાઈક સહિત નીચે પટકાતા તેને ઈજા થતાં સારવાર માટે દવાખાને ખસેડાયો હતો હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની તપાસ હાથ ધરાઇ છે.




Latest News