ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે વાડીની ઓરડીમાં યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







મોરબીના લાલપર ગામે વાડીની ઓરડીમાં યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


મોરબીના લાલપર ગામ પાસે વાડીની ઓરડીમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લાલપર ગામે રહેતા દુર્લભજીભાઈ કેશવજીભાઈ જેતપરિયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, તેમની વાડી લાલપર ગામની સીમમાં મિલેનિયમ કારખાનાની પાછળના ભાગમાં આવેલ છે તે વાડીની ઓરડીની અંદર કોઈ અજાણ્ય વ્યક્તિએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધેલ છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાર બાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં મૃત્યુ પામેલ યુવાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી વધુમાં આ બનાવની આગળની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક વ્યક્તિનું નામ શૈલેષ બેચરભાઈ રબારી હોવાનું સામે આવ્યું છે જોકે, તેને કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગેની કોઈ માહિતી હાલમાં સામે આવી ન હોય તે દિશામાં તપાસ ચાલી રહી છે.

અકસ્માતમાં ઇજા

મોરબી માળિયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસેથી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ડિવાઈડર ઉપર ચડી ગયો હતો જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં બાબુલાલ શોભેશ્વરનાથ જયસ્વાલ (૬૫) નામના વૃદ્ધને ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ટ્રકનું સ્ટેરીંગ લોક થઈ ગયું હોવાથી અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને ઈજા થયેલ છે તેવી માહિતી સામે આવી છે.






Latest News