માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના સફાઈ કામદારોને સેનેટરી ઇન્સપેકટરનો ત્રાસ: હડતાલની ચીમકી


SHARE







વાંકાનેરના સફાઈ કામદારોને સેનેટરી ઇન્સપેકટરનો ત્રાસ: હડતાલની ચીમકી

વાંકાનેર પાલિકાના સફાઈ કામદારોને સેનેટરી ઇન્સપેકટર વારંવાર હેરાન કરે છે તેવી ચીફ ઓફિસરને રજુઆત છે અને સેનેટરી ઇન્સપેકટરની કનડગત દૂર ન થાય તો હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે

વાંકાનેર પાલીકાના સફાઈ કામદારો દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, સફાઇ કામદોરોને સેનટરી ઇન્સપેકટર હેરાન કરે છે અને અભદ્રભાષાનો ઉપયોગ કરે છે આટલું જ નહીં વધારાની કલાકોમાં કામ કરવા માટે ફરજ પાડવામાં આવે છે અને વધુમાં સેનેટરી ઈન્સ્પેકટર એવું પણ કહે છે કે, “હું જે કહુ તે કરવાનું અને જો કામ ન કરવુ હોય તો જતા રહો, તમારી ઓકાત હુ જાણુ છુ અને સફાઇ કામદારોને ભુગર્ભ ગટર તેમજ મેઇન ગટરમાં ઉતારે છે અને ચાલુ વરસાદે કામ માટે સફાઈ કર્મીઓને બોલાવે છે આમ સફાઈકર્મીઓને ખુબ જ હેરાન કરે છે તથા સેનેટરી ઇન્સપેક્ટર મહિલા સફાઇ કામદરોને પણ મનફાવે તેવી રીતે ગેરવર્તન કરે છે. જેથી તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે અને જો પગલાં નહીં લેવામાં આવે તો સફાઇ કામદારો હડતાલ ઉપર જશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News