મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

ન માત્ર મણીપુર, કાશ્મીર કે ગુજરાત પરંતુ ભારતમાં હિન્દુ ખતરામાં છે: ડો. પ્રવીણ તોગડીયા


SHARE







ન માત્ર મણીપુર, કાશ્મીર કે ગુજરાત પરંતુ ભારતમાં હિન્દુ ખતરામાં છે: ડો. પ્રવીણ તોગડીયા

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ હતી જેમાં ડો. પ્રવીણ તોગડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે તેમણે ખાસ કરીને મણીપુરના મુદ્દાને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, ન માત્ર મણીપુર, કાશ્મીર કે ગુજરાત પરંતુ ભારત દેશમાં હિન્દુ ખતરામાં છે અને હિન્દુ સુરક્ષા, મહિલા સુરક્ષા, હિન્દી સ્વસ્થ્ય સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સમગ્ર ભારત દેશની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક લાખ જેટલા હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવામાં આવશે અને હિન્દુને જાગૃત કરવા માટેના જુદા જુદા કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવશે

તાજેતરમાં પટના બિહાર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠક મળી હતી જેમાં આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેના ભાગરૂપે મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયા, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ બકુલભાઈ ખાખી અને સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહિતના અગ્રણીઓની હાજરીમાં પ્રાંત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી સહિત સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સાથે જોડાયેલા આગેવાનો, હોદ્દેદારોને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

ત્યારે ડો. પ્રવીણ તોગડીયાએ લોકોનું સંબોધન કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ભારત દેશની અંદર હિન્દુ સલામત નથી અગાઉ કાશ્મીરમાં હિન્દુ લઘુમતીમાં હતા ત્યારે તેને રેફ્યુજી કેમ્પમાં રહેવું પડે તેવી પરિસ્થિતિ હતી અને હાલમાં મણીપુરમાં હિન્દુઓ બહુમતીમાં છે તેમ છતાં પણ ૧૦૦ થી વધુ હિન્દુઓની હત્યા થઈ છે, ૫૦૦૦ થી વધુ મકાનોને સળગાવી નાખવામાં આવ્યા છે અને આજની તારીખે ૫૦,૦૦૦ થી વધુ હિન્દુઓને રેફ્યુજી કેમ્પમાં રહેવું પડે છે જે જોતા મણીપુર એક કે પછી ગુજરાત નહીં ભારત દેશના જુદા જુદા રાજ્યની અંદર હિન્દુ સલામત નથી તે વાત ઉપર તેમને બહાર મૂક્યો હતો અને આગામી સમયમાં હિન્દુઓને જાગૃત કરવા માટે થઈને હનુમાન ચાલીસા કેન્દ્ર જુદા જુદા સેન્ટરો ઉપર શરૂ કરવા માટેનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સમગ્ર ભારત દેશની અંદર એક લાખ જેટલા હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આજની તારીખે ૩૦૦૦ જેટલા હનુમાન ચાલીસા કેન્દ્રો અત્યાર સુધીમાં કાર્યરત થઈ ગયા છે તેની સાથો સાથ આ હનુમાન ચાલીસા કેન્દ્રો ખાતે હિન્દુ સલામતી, મહિલા સલામતી અને હિન્દુ સ્વાસ્થ્ય આ ત્રણ પ્રોજેક્ટ ઉપર કામ કરવામાં આવશે અને જે જગ્યા ઉપર હનુમાન ચાલીસા કેન્દ્ર હશે ત્યાં જ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આરોગ્ય લક્ષી મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવશે અને ત્યાં જ મહિલાઓને સલામતી માટેની તાલીમ પણ આપવામાં આવશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને મોરબીમાં યોજાયેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મોરબી જિલ્લાના અધ્યક્ષ સી.ડી. રામાવત, શહેર અધ્યક્ષ ભાવિનભાઈ ઘેલાણી, શહેરના મંત્રી નિર્મિતભાઈ કક્કડ, કૌશલભાઈ જાની, ચિરાગભાઈ રાચ્છ, નરેન્દ્રભાઈ રાચ્છ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News