મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીની છાત્રાલય રોડે ધર્મ વિજય સોસાયટીમાંથી યુવતી ગુમ


SHARE









મોરબીની છાત્રાલય રોડે ધર્મ વિજય સોસાયટીમાંથી યુવતી ગુમ

મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ સરદાર નગર ઉપર ધર્મ વિજય સોસાયટીમાં આવેલ ત્રિપુરા હાઈટમાં રહેતી યુવતી ગુમ થઈ ગયેલ છે જેથી કરીને તેના પિતાએ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે નોંધ કરીને યુવતીને શોધવા માટે તેને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ સરદારનગર પાસે ધર્મ વિજય સોસાયટીમાં આવેલ ત્રિપુરા હાઈટ્સમાં રહેતા અરવિંદભાઈ માવજીભાઈ ગોધવિયા જાતે પટેલ (૪૯)એ તેની દીકરી શ્રદ્ધા અરવિંદભાઈ (૨૧) ગત તા. ૧૮/૭ ના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યેથી કોઈને ઘરે કશું કર્યા વગર ગુમ થઈ ગયેલ છે તે બાબતની ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેથી હાલમાં પોલીસે યુવતી ગુમ થઈ હોવા અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

સાપ કરડી ગયો

મોરબી તાલુકાના અણીયારી ગામે આવેલ બનતી પેનલ કંપની નામના કારખાનાની અંદર કામ કરતા રાજેન્દ્ર સુરસિંહ મેડા જાતે આદિવાસી (૨૫)ને યુનિટમાં કામ કરતો હતો ત્યારે કામગીરી દરમિયાન તેને સાપ કરડી જતા તાત્કાલિક તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે

બાઇક સ્લીપ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદન સોસાયટીમાં રહેતા અશોકભાઈ જયંતીભાઈ ભાડેશિયા (૩૭) નામનો યુવાન શનાળા રોડ ઉપરથી બાઇક લઈને જતો હતો ત્યારે મોટી કેનાલ પાસે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં ઇજા થવાથી અશોકભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News