મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ૧૪૯.૬૦ ગ્રામ હિરોઈનના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ: એક શખ્સની શોધખોળ


SHARE







મોરબીમાંથી ૧૪૯.૬૦ ગ્રામ હિરોઈનના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ: એક શખ્સની શોધખોળ

મોરબીમાં દેશી દારૂ, વિદેશી દારૂ, ગાંજો મેફેડ્રોન ડ્રગ્સ સહિતના માદક પદાર્થો ખુલ્લેઆમ વેચાતા હોય તેવો ઘાટ જોવા મળ્યો છે ત્યારે મોરબી એસઓજીની ટીમ દ્વારા મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ પીકઅપ સ્ટેન્ડ પાસેથી ૧૪૯.૬૦ ગ્રામ હિરોઈનના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી રોકડા રૂપિયા, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વિગેરે મળીને ૭,૬૩,૧૦૦ ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે અને આ હેરોઇનનો જથ્થો તેને રાજસ્થાનના સાચોરમાં રહેતા શખ્સે આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા મોરબી હાઇવે ઉપર માળિયા ફાટક પાસે આવેલ સર્વિસ રોડ ઉપર પીકઅપ સ્ટેન્ડ પાસે રહેલા શખ્સની પાસે હેરોઈનનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાં રહેલ કૈલાશ ગોરખારામ નાઇ નામના શખ્સ પાસેથી હેરોઈનનો ૧૪૯.૬૦ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૭.૪૮ લાખનો હેરોઇનનો જથ્થો તેમજ પાંચ હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન, આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને રોકડા રૂપિયા ૪૬૦૦ આમ કુલ મળીને ૭,૬૩,૧૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી કૈલાશ ગોરખારામ નાઈ જાતે વાળંદ (૨૩) રહે પનલ કી બેરી તાલુકો ધોરીમના રાજસ્થાન અને રાજેશકુમાર મોહનરામ સિયાગ જાતે જાટ (૨૨) રહે હાલ રામજી કી ગોલ મુળ રહે સગરાણીઓ કી બેરી તા.ગુડામાલાની જી.બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સો પાસેથી મળી આવેલ હેરોઈનનો જથ્થો તેને રાજસ્થાનના સાચોરમાં રહેતા દિનેશ બીસ્નોઈ નામના શખ્સે આપ્યો હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસઓજીના પીએસઆઇ કે.આર. કેસરિયાએ એનમડીપીએસ એક્ટની કલમ ૮(સી), ૨૧(બી) ૨૯ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એમ. સગારકા ચલાવી રહ્યા છે






Latest News