મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના લજાઈ ગામે મધુબન ગ્રીન્સમાં સતત ત્રીજી વખત ચોરી


SHARE







ટંકારા તાલુકાના લજાઈ ગામે મધુબન ગ્રીન્સમાં સતત ત્રીજી વખત ચોરી

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામની પાસે આવેલ મધુબન ગ્રીન્સ સોસાયટીમાં હાવ વ્યારાના અને મોરબીના પુર્વ જજના બંગલાને તસ્કરોએ એક વર્ષમાં સતત ત્રીજી વખત નિશાન બનાવ્યું હતું અને મેઇન દરવાજાના નકુજા અને તાળા તોડીને ઘરનો સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો અને મકાનમાં નુકસાન કર્યું હતું અને ચોરી કરવાના ઇરાદે તેના ઘરની અંદર ઘુસ્યા હતા તેમજ આ સોસાયટીમાં અન્ય બે બંગલામાં ચોરી થયેલ હોય હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોસાયટીના મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણમાં મળતી વિગતો પ્રમાણે અગાઉ મોરબીમાં જજ હતા તેમજ હાલ વ્યારા ખાતે તૃપ્તિબેન ધીરજલાલ પડીયાનું મધુબન ગ્રીન્સ સોસાયટીમાં બ્લોક નંબર સી ૬ બંગલો આવેલ છે જે મકાનના મેઇન દરવાજાના નકુચા તોડીને કોઈ અજાણ્શયા ઇસમ દ્વારા ચોરી કરવાના ઇરાદે તેઓના ઘરના દરવાજાના નકુચા તોડીને ઘરમાં અપપ્રવેશ કરવામાં આવ્યો હતો અને ઘરવખરી અને સામાનમાં નુકસાની કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા અને હાલમાં મધુબન ગ્રીન સોસાયટીમાં રહીને ત્યાં મેનેજર તરીકે કામ કરતા કાંતિલાલ અવચરભાઈ ચીકાણી પટેલ (ઉંમર વર્ષ ૬૫) એ અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસ મથકના પીએસઆઇ ધાંધલે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

જજના બંગલામાં એક વર્ષમાં ત્રણ વખત ચોરી..!

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જજ તૃપ્તિબેન પડીયાના આ બંગલામાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેવી માહિતી સામે આવી રહી છે અને આ સહિત અન્ય બંગલામાં પણ હાલમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. તે બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે અગાઉ તા.૨૩-૭-૨૨ (એક વર્ષ પહેલા) ના રોજ પણ આ જ બંગલાના તાળા તોડીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને માલ સામાન વેર વિખેર કરવામાં આવ્યો હતો.ત્યારબાદ તા.૬-૧૧-૨૨ ના રોજ પણ મધુબન ગ્રીન્સમાં આ જ બંગલાના તાળા તોડીને માલસામાન વેર વિખેર કરવામાં આવ્યો હતો અને તે સમયે અન્ય ત્રણ મકાનના પણ જે તે સમયે તાળા તૂટ્યા હતા અને બાદમાં ગઈકાલ તા.૨૩-૭-૨૩ ના રોજ પણ આ જ બંગલાના નકુચા તોડીને પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નુકસાની કરવામાં આવેલ છે સાથે સાથે અન્ય બે બંગલામાં પણ ચોરી કે ચોરીનો પ્રયાસ થયો છે.જે ત્રણ વખત ચોરી થયેલ છે તે દરેક ચોરી શનિવારની રાતે જ થતી હોય તેવું સામે આવ્યું છે.ત્યારે ટંકારા પોલીસ ખરા અર્થમાં નાઈટ પેટ્રોલિંગ કરે છે કે તસ્કરો નાઇટ પેટ્રોલિંગ કરે છે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.






Latest News