મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી બાઈક ચોરીમાં વિમેદારને વીમા રકમ વ્યાજ સહિત મળી


SHARE







મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી બાઈક ચોરીમાં વિમેદારને વીમા રકમ વ્યાજ સહિત મળી

આમરણના વતની હર્ષદભાઇ નિલેશભાઇ કાસુન્દ્રાનું નવુ મોટર સાયકલ ચોરાઇ ગયુ હતુ.તેઓએ બાઇકનો ચોલા મંડલ વીમા કંપનીનો વીમો લીધેલો હતો પરંતુ વીમા કંપનીએ કહેલ કે તમોએ પાંત્રીસ દિવસ પોલીસ ફરિયાદ મોડી કરેલ એટલે વીમો નહીં મળે તેથી તેઓએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કરતા લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ કરતાં ગ્રાહક અદાલતે ચોલા મંડલમ ઇન્સ્યુરન્સ કંપનીને રૂા.૩૮,૩૪૨ (અડસઠ હજાર ત્રણસો બેતાલીસ રૂપિયા) તા.૬-૯-૨૦૨૨ થી સાત ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે અને વધારાના રૂા.૩૦૦૦ (ત્રણ હજાર) ખર્ચ પેટેના ચુકવવાનો આદેશ કરેલ છે.વીમા કંપનીમાં સાચા ખોટા બહાના બતાવીને ગ્રાહકોને વીમો ચુકવતા નથી.પરંતુ ગ્રાહકે પોતાની અન્યાય માટે લડત આપવી જોઇએ ગ્રાહક અદાલતમાં ઝડપથી ન્યાય મળે છે.કોઇપણ ગ્રાહકને અન્યાય થાય કે છેતરપીંડીનો ભોગ બને તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપ પ્રમુખ બળવંતભાઇ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા મંત્રી રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News