મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં GMERS મેડિકલ કોલેજની ફીમાં કરાયેલ વધારો પાછો ખેંચવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ


SHARE









મોરબીમાં GMERS મેડિકલ કોલેજની ફીમાં કરાયેલ વધારો પાછો ખેંચવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ

મોરબીમાં જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે જો કે, આ કોલેજની ફીમાં ચાલુ વર્ષથી ધરખમ વધારો કરવામાં આવ્યો છે જેથી સરકારી કોટા કે પછી મેનેજમેંટ કોટમાં વિદ્યાર્થીઓને એડમિશન લેવા પણ મુશ્કેલ બની ગયા છે ત્યારે મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધા છે તે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ મોરબી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપીને ફી માં કરવામાં આવેલ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે

ગુજરાતમાં ધો ૧૨ સાયન્સનું પરિણામ આવ્યા પછી ઘણા વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલમાં  અભ્યાસ કરવા માટે થઈને ફોર્મ ભર્યા હતા અને મંગળવારના રોજ તેની કોલેજ પસંદગી માટેની પ્રક્રિયા શરૂ થવાની છે જો કે તે પહેલા જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજની ફી માં વાલીઓની કમર તોડી નાખે તેવો વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને મોરબીના વાલીઓ તથા વિદ્યાર્થીઓ મોરબીના શોભેશ્વર રોડે આવેલ કલેક્ટર કચેરીએ જઈને કલેક્ટરને આવેદનપત્ર આપીને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજની ફી માં જે વધારો ચાલુ વર્ષથી કરવામાં આવેલ છે તેને પાછો ખેચવામાં આવે તેવી માંગ કરી છે વધુમાં વાલીઓએ એવો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો કે જે વિદ્યાર્થીઓને ઓછા ટકા હશે તેના વાલીઓ જો વધુ ફી ભરી શકશે તો તેના સંતાનો ડોક્ટર બની જશે જો કે, નબળા પરિવારના હોશિયાર વિદ્યર્થીઓ ડોક્ટર બની શકશે નહીં જેથી કરીને રાજનો દીકરો રાજ થાય તેવો ઘાટ સર્જાશે જેથી કરીને હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે ફી માં કરવામાં આવેલ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગણી કરેલ છે વધુમાં એવી પણ રજૂઆત કરી છે “મેડિકલ અભ્યાસ કરવા માટેની ફી ના ધોરણોમાં ખુબ જ અસમાનતા જોવા મળે છે સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં માત્ર થોડા પોઈન્ટનો જ તફાવત હોય છે છતાં વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરવી પડે છે” તેવામાં જીએમઆરએસની મોરબી સહિત રાજ્યમાં જે ૧૩ મેડિકલ કોલેજો આવેલ છે તેમાં સરકારી કવોટા અને મેનેજમેંટ કવોટાની ફી માં કમર તોડી નાખે તેવો વધારો કરવામાં આવે છે જે કોઈને પરવડે તેમ નથી




Latest News