મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ટેક્સ  ચોરી-સરકાર સાથે છેતરપિંડીના ગુનામાં આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબીમાં ટેક્સ  ચોરી-સરકાર સાથે છેતરપિંડીના ગુનામાં આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીમાં આવેલ જુદીજુદી બે પેઢીના સંચાલકો દ્વારા કરોડો રૂપિયાનો વેપારી કરીને સરકારમાં જમા કરવાના થતો ૧૮ ટકા ટેક્સ જમા કરાવેલ નથી અને આટલું જ નહીં પરંતુ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરીને તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરી છે જેની ફરિયાદ આધારે હાલમાં એક આરોપીની મોરબી એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે અને તે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

થોડા સમય પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કચેરીમાં ફરજ બજાવતા સ્મિત જયેન્દ્રકુમાર પટેલ (30)એ મોરબીમાં નાગર પ્લોટમાં આવેલ જય શોપીંગમાં મે. વિશાલ એંટરપ્રાઈસના માલિક રફીકભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી અને મોરબીના જય કોમ્પલેક્ષ અનિકેત કોર્પોરેશનના માલિક ગફારભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી વાળા સામે ટેક્સની ચોરી સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયાએ પોતાના મે. વિશાલ એંટરપ્રાઈસ નામની પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭, ૨૦૦૭/૦૮નું કુલ રુપિયા ૧,૦૬,૪૮,૦૩૩ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમા જમા કારાવેલ નથી તેવી જ રીતે આરોપી ગફારભાઇ રજાકભાઇ માંડવીયાએ પોતાની અનિકેત કોર્પોરેશન પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭, ૨૦૦૭/૦૮ અને ૨૦૦૮/૦૯ નું કુલ રુપિયા ૧,૭૭,૮૭,૯૦૦ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમાં જમા કારાવેલ નથી અને આ બન્ને આરોપીઓએ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરી તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરીને સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી છે જે ગુનામાં પોલીસે મે. વિશાલ એંટરપ્રાઈસના માલિક રફીકભાઇ રજાકભાઇ માંડવીયા જાતે મેમણ (૫૮)ની ધરપકડ કરી હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો તત્યારે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે




Latest News