મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ પ્રાદેશિક સરસ મેળામાં બહેનોએ કર્યું ૧.૩૦ કરોડથી વધુનું વેચાણ


SHARE







મોરબીમાં યોજાયેલ પ્રાદેશિક સરસ મેળામાં બહેનોએ કર્યું ૧.૩૦ કરોડથી વધુનું વેચાણ

મોરબી ખાતે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેળામાં વિવિધ જિલ્લાઓમાંથી સખી મંડળની બહેનોએ સ્ટોલ રાખી વિવિધ વસ્તુઓનું વેચાણ કર્યું  હતું. મહિલાઓએ કરેલા વેચાણ પરથી તેમણે સાબિત કરી દિધું છે કે, નારી શક્તિ ધારે તે કરી શકે છે. બસ તેને યોગ્ય માર્ગદર્શન અને સહકાર મળવો જોઈએ. મોરબી ખાતે આયોજિત આ મેળામાં બહેનોએ ૧.૩૦ કરોડથી વધુની વસ્તુઓનું વેચાણ કર્યું છે.

સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહૂડ મિશન અન્વયે મોરબી ખાતે પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ મહિલાના આર્થિક ઉત્થાન માટે ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સખી મંડળોની શરૂઆત કરાવી હતી તે હેતુ ખરેખર સાર્થક થઈ રહ્યો છે. જ્યાં મહિલાઓ સખી મેળાઓ થકી આટલી જંગી કમાણી કરી સ્વાવલંબી બનીને આગળ વધી રહી છે. આ મેળામાં ભાગ લેનાર બહેનો માટે રહેવા-જમવા તેમજ ટ્રાન્સપોર્ટની પણ નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મેળામાં સમગ્ર રાજ્યમાંથી અલગ-અલગ ગામની ૭૫ સ્વ-સહાય જૂથની બહેનો તેમજ જુદા જુદા કારીગરો દ્વારા બનાવાયેલ કલાત્મક ચીજ વસ્તુઓના વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને આજીવિકાની ઉત્તમ તક સાથે ગ્રાહકોને પણ અવનવી વસ્તુ ખરીદવાની ઉતમ તક પણ આ મેળામાં મળી હતી. આ સરસ મેળામાં હેન્ડલુમ, હેન્ડીકાફ્ટ, ફૂડ પ્રોડક્ટ, ગૃહ સુશોભન, વણાટ કામની વસ્તુઓ, ઝુલા, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટા, નાઇટ લેમ્પ, દોરી વર્કની બનાવટ, સીઝનેબલ મસાલા અને અથાણા જેવી વિવિધ ચીજ વસ્તુઓનું બહેનો/કારીગરો દ્વારા સીધુ જ વેચાણ કરવામાં આવ્યું હતું.






Latest News