મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કોવિડમાં લીધેલ સારવારનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો ચુકાદો


SHARE









મોરબીમાં કોવિડમાં લીધેલ સારવારનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો ચુકાદો

મોરબીના વતની સલીમભાઇ ગનીભાઈ છીછોદરાના પત્ની રીઝવાનાબેન કોવીડ સમયે મોરબીમા માધવ હોસ્પીટલમાં દાખલ થયેલ હતા અને તેમની પાસે આદિત્ય બીરલા હેલ્થ ઇન્સ્યુરન્સ કંપનીની હેલ્થ પોલીસી હતી તેના સારવારનો ખર્ચ ૫૦,૦૦૦ આવેલ હતો જેના તમામ બીલો તથા આધાર વીમા કંપનીને આપી દધેલ હતા અને સલીમભાઇ રેગ્યુલર પ્રીમીયમ ભરતાં હતા છતા વીમા કંપનીએ અયોગ્ય રીતે હેલ્થ વીમા નામંજુર કરેલ હતો.

જેથી તેઓએ મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી જે કેઇસ ચાલી જતાં ગ્રાહક અદાલતે આદિત્ય બીરલા હેલ્થ ઇન્સ્યુરન્સ કંપનીને સલીમભાઇને ૫૦,૦૦૦ તથા ૭,૦૦૦ અન્ય ખર્ચ સાત ટકાના વ્યાજ તા.૧૨-૧૧-૨૧ થી ચુકવવાનો હુકમ કરેલ છે અને ગ્રાહકે પોતાના હક માટે લડવુ જોઇએ કોઇપણને અન્યાય થાય કે છેતરપીંડી થાય તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ (૯૩૨૭૪ ૯૯૧૮૫) મંત્રી રામભાઈ મહેતા (૯૯૦૪૦ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.




Latest News