મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે ૨૯ પ્લોટ અને ખુલ્લી જમીન ઉપર ૪,૨૫૦ ચો.મી.માં દબાણ: સિરામિક કારખાનેદારને નોટિસ


SHARE







મોરબીના આંદરણા ગામે ૨૯ પ્લોટ અને ખુલ્લી જમીન ઉપર ,૨૫૦ ચો.મી.માં દબાણ: સિરામિક કારખાનેદારને નોટિસ

મોરબી તાલુકાના અંદરણા ગામે નાયબ કલેકટર અને સબ ડીવીજનલ મેજી. મોરબીના હુકમ મુજબ સને ૨૦૧૭ માં સર્વે નંબર ૭૦/૨ પૈકી માં નવું ગામતળ નીમ કરવામાં આવેલ છે જેમાં તાલુકા વિકાસ અધિકારી મોરબી દ્વારા તા.૪-૧૦-૨૦૧૯ ના લે-આઉટ બનાવી ૭૪ પ્લોટો પાડેલ હતા અને SECC ડેટામાં નામ ધરાવતા PMAYના ૬ (છ) લાભાર્થીઓ જેમાં જામરિયા ચંદુલાલ ડાયાભાઇ, ચિરોડીયા જીલુભાઈ રેવાભાઈ, ચંદ્રેસરા અશોકભાઈ રામજીભાઈ, બાંભવા કાળુભાઈ વાસાભાઈ, પરમાર પ્રવિણભાઈ ભોજાભાઈ અને બાંભવા ધનીબેન દાનાભાઈને તા.૨૧-૯-૨૦૨૨ ની તાલુકા પંચાયત મોરબીની લેન્ડ કમિટીમાં પ્લોટો મંજુર કરવા માટે વંચાણે લીધા હતા.

જે પૈકી બાંભવા ધનીબેન દાનાભાઈ વડીલોપાર્જિત પ્લોટ ધરાવતા હોવાથી તેઓનો પ્લોટ નામંજુર કરી બાકીના ૫ (પાંચના પ્લોટ લેન્ડ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે અને તા.૧૮-૧૦-૨૦૨૨ ના રોજ તમામ લાભાર્થીઓને સનદ આપવામાં આવેલ તથા તા.૧૯-૧૨-૨૦૨૨ ના રોજ પ્લોટોના કબ્જા સોપેલ છે અને ચિરોડીયા જીલુભાઈ રેવાભાઈ PMAY યોજના અંતર્ગત પ્રથમ હપ્તાની રકમ ૩૦,૦૦૦ તા. ૧-૩-૨૦૨૩ના રોજ તથા બાકીના ૫ (પાંચ) લાભાર્થીઓને પ્રથમ હપ્તાની રકમ ૩૦,૦૦૦ તા.૨૪-૨-૨૦૨૩ ના રોજ ૬ (છ) એ લાર્ભાથીઓના બચત ખાતામાં જમા કરવામાં આવેલ છે ત્યારબાદ સ્થળ તપાસ કરાવતા જામરિયા ચંદુલાલ ડાયાભાઇ અને ચંદ્રેસરા અશોકભાઈ રામજીભાઈને ફાળવેલ પ્લોટ નંબર અનુક્રમે ૬૭ અને ૬૮ માં સેલોજા સેનેટરી વેર દ્વારા લેબર ક્વાર્ટર બનાવી દબાણ થયાનું ડીડીઓ દિગ્વિજયસિંહ ડી.જાડેજાના ધ્યાને આવ્યું હતુ જેથી ટીડીઓ દીપાબેન એચ. કોટકને ગ્રામ પંચાયત દ્વારા દબાણ દુર કરવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી ત્યારે ગ્રામ પંચાયત દ્વારા તા.૨૫-૭-૨૦૨૩ના રોજ સરપંચ આંદરણા દ્વારા સેલોજા સેનેટરી વેરને તાત્કાલિક ધોરણે દિવસ-૭ માં દબાણ દુર કરવા નોટીસ આપવામાં આવેલ છે. અને સેલોજા સેનેટરી વેર દ્વારા આ બંને પ્લોટો સિવાય અન્ય પ્લોટો મળી કુલ ૨૯ પ્લોટોમાં તથા ખુલ્લી જગ્યામાં અંદાજીત કુલ ૪,૨૫૦ ચો.મી.માં દબાણ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલ છે. જો સેલોજા સેનેટરી વેર દ્વારા આ દબાણ દુર કરવામાં નહી આવે તો નિયમોનુસાર કાર્યવાહી કરી દબાણ કરેલા પાકા બાંધકામો તોડી પાડવા સહિતના પગલા લેવામાં આવશે.






Latest News