મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ૧૩ લાખ ચૂકવવા આદેશ


SHARE









મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ૧૩ લાખ ચૂકવવા આદેશ

મોરબીના ત્રીજા એડી. ચીફ મેજી. જજની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપી આશીષાર ચંદુલાલ પટેલ વળતર સહીત ૧૩,૦૦,૦૦૦ ચૂકવવાનો આદેશ કરેલ છે અને આરોપીને એક વર્ષની કેદની સજા કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે

આ કેસમાં ફરીયાદની હકીકત એવી હતી કે, ફરીયાદી અને આરોપી મીત્ર હતા અને અરસપરસ સામાજીક સંબંધો ધરાવે છે. જેથી આરોપીએ ફરીયાદી પાસેથી ધંધા માટે નાણાંકીય જરૂરીયાત ઉભી થતા ૧૦,૦૦,૦૦૦ ની માંગણી કરી હતી અને જેથી ફરિયાદી તેને ૧૦,૦૦,૦૦૦ રોકડા તા.૨૨/૮/૨૦૨૦ ના રોજ આપેલા હતા અને તે આરોપીએ સ્વીકારેલા હતા અને તારે આરોપીએ ફરીયાદીને પ્રોમિશરી નોટ લખી આપેલ હતી અને આરોપીએ બેંક ઓફ બરોડા મોરબીનો ચેક નં. ૦૦૦૦૮૦ વાળો ૧૦,૦૦,૦૦૦ નો આપેલ હતો અને અને આરોપીને આ ૨કમ સંબંધના હિસાબે વગર વ્યાજે હાથ ઉછીની આપેલ હતી અને આરોપીએ ફરીયાદીને લખી આપેલ ચેક જે ચેકને બેંકમાં જમા કરાવતા ચેક રીર્ટન થયેલ હતો જેથી ફરીયાદીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ અન્વયે મોરબી મહે. ત્રીજા એડી. ચીફ જ્યુડીશીયલ મેજી. જજની કોર્ટમા વકીલ જે.બી પાંચોટીયા મારફત કેશ કર્યો હતો અને તે કેશ ચાલી જતા મોરબીના મહે. ત્રીજા એડી.ચીફ જયુડીશીયલ મેજી. જજ જે.વી. બુધ્ધ દ્વારા ફરિયાદીના વકીલની દલીલને ધ્યાને લઈને આરોપીને વળતર સહીત ૧૩,૦૦,૦૦૦ આપવા માટે આદેશ કરેલ છે અને એક વર્ષની કેદની સજા ફટકારી છે તેમજ રકમ ચુકવવામા કસુરવાર થાય તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે તેવું વકીલે જણાવ્યુ છે અને આ કેસમાં વકીલ જે.બી પાંચોટીયા, ગીરીશ અંબાણી રોકાયેલ હતા




Latest News