મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દિવાનપરામાં યુવાનને ગાળો આપીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી


SHARE









વાંકાનેરમાં દિવાનપરામાં યુવાનને ગાળો આપીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી

વાંકાનેરમાં દિવાનપરામાં આવેલ પૂજા પાન પાસે ઝઘડો થયો હતો અને ત્યારે યુવાનને પાંચ શખ્સો દ્વારા ગાળો આપવામાં આવી હતી અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના દિવાનપરા શેરી નં-૧ માં રહેતા કેવલભાઈ રાજેશભાઈ સુરેલા જાતે કોળી (૨૪)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હરેશ ઉર્ફે મુન્નો વ્રજલાલ કારીયા, સન્નીભાઈ દિલીપભાઈ કારીયા, કાલી, કિશનભાઇ રાજેશભાઈ કારીયા અને એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૧૭/૭ ના રોજ બપોરના ૩:૧૫ વાગ્યાના અરસામાં તે વાંકાનેરના દિવાનપરામાં પૂજા પાન પાસે હતો ત્યારે ફરિયાદીના ગ્રાહક શામજીભાઈ સાથે ઝઘડો કરેલો હોય જે બાબતની દાજ રાખીને સામેવાળા પાંચેય શખ્સોએ વારાફરતી આવીને ફરિયાદીને ગાળો બોલીને ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા મનજીભાઈ મગનભાઈ ધુમલ નામના ૫૨ વર્ષના આધેડ મોરબીના વીસી ફાટક પાસેથી એકટીવા લઈને નીકળ્યા હતા ત્યારે તેઓનું એકટીવા અકસ્માતે ત્યાં સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેથી મનજીભાઈને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.

શોટ લાગતા સારવારમાં
મોરબીના બેલા (રંગપર) ગામે આવેલ સીરામીકના કારખાનામાં દાઝી જવાથી સનીબેન નરસુંગભાઈ ભઇડીયા જાતે આદિવાસી નામના ૫૦ વર્ષના આધેડ મહિલાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી તાલુકા પોલીસ મથકે નોંધ થતા બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમાર દ્વારા તપાસ કરવામાં આવી હતી.




Latest News