મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

હળવદના રાતાભેર પાસેથી ૫૮ બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પડકાયો, બેની શોધખોળ: ૩.૨૧ લાખનો મુદામાલ કબજે


SHARE















હળવદના રાતાભેર પાસેથી ૫૮ બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પડકાયો, બેની શોધખોળ: ૩.૨૧ લાખનો મુદામાલ કબજે

હળવદ તાલુકાના રાતાભેર ગામના પાદરથી નીચીમાંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી સ્વીફ્ટ ગાડી પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૫૮ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને ગાડી મળીને ૩,૨૧,૭૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરેલ છે જો કે, ગાડીમાં બેઠેલ એક શખ્સ નાસી ગયો હોવાથી તેને અને ગાડીમાં દારૂ ભરી આપનારને પકડવા માટે હાલમાં પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના રાતાભેર ગામના પાદરમાંથી નીચી માંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી સ્વીફ્ટ ગાડી નંબર જીજે ૩૬ આર ૬૨૯૧ પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૫૮ બોટલો મળી આવી હોય પોલીસે ૨૧,૭૫૦ નો દારૂનો જથ્થો તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩,૨૧,૭૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગાડીમાં બે બેઠેલા બે શખ્સોમાંથી અરવિંદભાઈ જીવણભાઈ આકરીયા જાતે કોળી (૨૧) રહે. ડુંગરપુર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને રેડ દરમિયાન ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો કરસનભાઈ ધામેચા જાતે કોળી રહે સુરવદર તાલુકો હળવદ વાળો નાસી ગયો હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને પકડાયેલા આરોપી પાસેથી મળેલ હકીકત મુજબ પીન્ટુભાઇ અશોકભાઈ બોરાણીયા જાતે કોળી રહે. માથક તાલુકો હળવદ વાળા પાસેથી દારૂનો જથ્થો તેમને મળ્યો હોય તેની સામે ગુનો નોંધી તેને પણ પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

દેશી દારૂ

હળવદ તાલુકાના રાયધ્રા ગામની સીમમાં ગોવિંદભાઈ નંદેસરીયાના ભોગવટા વાળી પડતર જગ્યામાં બાવળની જાળી વચ્ચે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હોય પોલીસે ૪૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી ગોવિંદભાઈ લાલજીભાઈ નંદેસરિયા જાતે કોળી (૩૨) રહે. રાયધ્રા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News