મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ-પંચાસર ગામે જુગારની રેડ: ૧૨ જુગારી ૮૨,૮૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના નાગડાવાસ-પંચાસર ગામે જુગારની રેડ: ૧૨ જુગારી ૮૨,૮૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેણાક મકાનમાં એલસીબીની ટીમે જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત કુલ મળીને નવ જુગારી મળી આવ્યા હતા જેથી પોલીસે ૭૨૫૦૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે પંચાસર ગામે જુગાર રમતા ત્રણ જુગારી પકડાયેલ છે

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા ઘનશ્યામભાઈ સનુરાના ઘરની અંદર જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી ઘનશ્યામભાઈ રાણાભાઇ સનુરા (૪૬) સુંદરમભાઈ લક્ષ્મણભાઈ સંતોલા (૩૧), રૂપાભાઈ હીરાભાઈ ચાવડા (૪૫), રાજભાઈ દેવાયતભાઈ ખાંભલા (૨૭), નારણભાઈ હીરાભાઈ ડાંગર (૫૯), રોહિતભાઈ નારણભાઈ રાઠોડ (૩૦) આનંદભાઈ માવજીભાઈ ડાંગર (૨૪) અને મયુરભાઈ વસંતભાઈ મીયાત્રા (૨૮) રહે. બધા જ નગડાવાસ અને પ્રેમજીભાઈ અવચરભાઈ ચાવડા (૩૪) રહે હરિપર માળીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૭૨૫૦૦  ની રોકડ કબજે કરી હતી અને આ જુગારીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

પંચાસર જુગાર

મોરબી તાલુકાના પંચાસર ગામના બસ સ્ટેશનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દીપકભાઈ પોપટભાઈ ટુંડિયા (૩૫), ગલાભાઇ દાનાભાઈ ટુંડિયા (૬૫) અને કમાભાઈ કલાભાઈ મકવાણા (૬૦) રહે, બધા પંચાસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦૩૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News