મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

ટંકારા લતીપર ચોકડીએ વીજ વાયર સાથે ડમ્પર અથડાતાં વીજ પોલ તૂટી પડ્યો


SHARE









ટંકારા લતીપર ચોકડીએ વીજ વાયર સાથે ડમ્પર અથડાતાં વીજ પોલ તૂટી પડ્યો

ટંકારા લતીપર ચોકડી ખાતે આવેલ આશાપુરા સિમેન્ટ ડેપો સામેથી હાઈવે ઉપર ચડી રહેલ ડમ્પરની લારી બેસાડી ન હોય ઈલેક્ટ્રીક વાયર સાથે અડી ગઈ હતી જેથી કરીને ધડાકાભેર થાંભલા ટુટી પડ્યા હતા. જો કે, સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ ચાલુ લાઈન તૂટવાથી વહેલી સવારે વોકિંગમાં નીકળેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. 

બનાવની મળતી વિગતો મુજબ ટંકારા સોસાયટી વિસ્તારમાં દયાનંદ હોસ્પિટલ નજીક આવેલ બજારમાં સવારે ૬:૩૦ વાગ્યે વાગ્યાના સુમારે ડમ્પર ચાલક વાહન લઈને લતીપર રોડ ઉપર જવા પ્રસાર થયો હતો જેની પાછળની લારી વરસાદના કારણે ઉચ્ચી કરેલ હોય એ નિચે કરી ન હતી અને ડમ્પર વિજ વાયરો સાથે અથડાતાં વાયર ખેંચાયો હતો જેથી કરીને વીજ પોલ ધડાકાભેર તૂટી ગયો હતો આ બનાવમાં કોઈ જાનમાલની નુકસાન થયેલ નથી પરંતુ વિજ પુરવઠો ખોરવાઈ જતા તથા ચાલુ વીજ વાયર રોડ ઉપર હોવાથી તાત્કાલિક જીઇબીને જાણ કરી હતી. જેથી કરીને વીજ કંપનીના અધિકારીએ તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરાવ્યુ છે




Latest News