મોરબીના ગોર ખીજડીયા ગામે ઘરમાંથી મોબાઇલની ચોરીના ગુનામાં યુવતીની ધરપકડ
મોરબી નજીકના ગાળા ગામે ઓવરટેકની લ્હાયમાં કાર ટ્રેલર સાથે અથડાઇ, યુવાન સારવારમાં
SHARE
મોરબી નજીકના ગાળા ગામે ઓવરટેકની લ્હાયમાં કાર ટ્રેલર સાથે અથડાઇ, યુવાન સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપર નાગડાવાસ અને ગાળા વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઓવરટેક કરવા જતા કાર ચાલકે કાબુ ગુમાવતા કાર સામેથી આવતા ટ્રેલર સાથે અથડાઈ હતી અને જેમાં ઇજા પામેલ યુવાનને હાલ અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો છે.
વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં રોયલ હાઈટમાં રહેતો કિશન નરભેરામભાઇ સરડવા નામનો ૨૭ વર્ષનો યુવાન તેની કાર લઈને જતો હતો અને તે એસ.ટી.કે. સીરામીકમાંથી પરત મોરબી બાજુ જતો હતો ત્યારે ગાળા-નાગડાવાસ રોડ ઉપર ગાળા ગામના પાટીયા નજીક ઓવરટેક કરવા જતા કારમાં પથ્થર આવતા કાર પલ્ટી મારી ગઈ હતી અને કાર સામેથી આવતા ટ્રેલર સાથે અથડાઈ હતી જેથી કાર નંબર જીજે ૩૬ એલ ૧૮૩૮ માં સવાર કિશન નરભેરામ સરડવા રહે. ઉમા ટાઉનશીપ મોરબી-૨ વાળાને ઈજા થતાં મોરબીના સામાકાંઠેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા કિશન દિનેશભાઈ અગેચાણીયા નામના ૧૯ વર્ષના યુવાનને લીલાપર ગામે મારામારીના બનાવમાં ઇજા પહોંચી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મહિલા અએસઆઈ નેહલબેન ખડિયા દ્વારા આ મારામારીના કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી હતી.
યુવાન સારવારમાં
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ડિસન્ટ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા દિપક અમૃતલાલ બાંભણિયા નામના ૧૯ વર્ષના યુવાનને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેણે જણાવ્યા પ્રમાણે તે કામ કરતો હતો ત્યારે તેને કોઈ સાપ જેવું ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.
આધેડ મહિલા સારવારમાં
મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા કાંતાબેન ઉત્તમભાઈ મકવાણા નામના ૫૨ વર્ષીય આધેડ મહિલાને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાઈ હતી અને તેમા સામે આવ્યું હતું કે, કાંતાબેન મકવાણા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે નાની વાવડી ગામે સમજુબા સ્કૂલની પાસેથી તેઓ નીકળ્યા ત્યારે તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી તેમને ઈજા થતા સારવારમા લઇ જવાયા હતા. હાલ આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી