મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે ઓમ શાંતિ કોલેજ પાસેથી ઘેટા બકરાની ચોરી


SHARE









મોરબીના બાયપાસ રોડે ઓમ શાંતિ કોલેજ પાસેથી ઘેટા બકરાની ચોરી

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ઓમ શાંતિ કોલેજ પાસેથી ઘેટા બકરાની ચોરી થઈ છે જેની ભોગ બનેલા પરિવાર દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ઓમ શાંતિ કોલેજ પાસે રહેતા દેવીપુજક પરિવારના ઘેટા બકરા વાડામાં રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી ઘેટા બકરાની ચોરી કરવામાં આવી છે જેની ભોગ બનેલા પરિવાર દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે અને ઘેટા બકરાની ચોરી કરવા માટે આવેલા શખ્સો દ્વારા કોલેજના સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરવામાં આવી છે જેથી કરીને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જો કે, પરિવારના કહેવા પ્રમાણે અંદાજે ૨૫ થી વધુ ઘેટા બકરાની ચોરી થઈ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં કલ્પેશ આંબાલાલ ઠાકોર (૨૬) રહે. અમદાવાદ વાળાને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલ હાલતમાં ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યારે સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા તપાસ કરી રહ્યા છે

 

બાઇક સ્લીપ

મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડના ખૂણા પાસે આવેલ શક્તિ ચોક પાસે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજા થવાથી સંજય કૂંઢીયા (૩૨) ને ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરલે છે

ફિનાઇલ પીધું

ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા શૈલેષભાઈ જીવાભાઇ પરમાર (૩૫) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ફિનાઇલ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી અત્યાર બાદ આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News