મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે વાડી વિસ્તારમાં ઝેરી જનાવર કરડી જતાં બાળકી સારવારમાં


SHARE









મોરબીના બેલા પાસે વાડી વિસ્તારમાં ઝેરી જનાવર કરડી જતાં બાળકી સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં વાડી વિસ્તારમાં બાળકીને ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના જેતપુર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારની હસીનાબેન અમરસીભાઈ બાંભણીયા (૧૦)  નામની બાળકીને વાડી વિસ્તારમાં હતી ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે ત્યાં તે બાળકીને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

 કોઈ પ્રવાહી પી જતાં સારવારમાં

માળીયા તાલુકાના તરઘડી ગામે રહેતા શાંતાબેન હીરાભાઈ પરમાર નામના મહિલા કોઈ કારણોસર પોતાના ઘરે હતા ત્યારે કોઈ પ્રવાહી પી ગઈ હતી જેથી કરીને તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનની હદનો બનાવ હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

વીજ શોક લાગ્યો

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ભાવનાબેન ચુનીલાલ પારેખ (૪૦) નામના મહિલા મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ચકિયા હનુમાન મંદિર પાસે હતા ત્યાં તેને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તે મહિલાને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News