મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના કુબેરનગર વિસ્તારના રહેણાંક મકાનમાંથી ૪૯ બોટલ દારૂ સાથે એક પકડાયો : બે શખ્સોની શોધખોળ શરૂ


SHARE















મોરબીના કુબેરનગર વિસ્તારના રહેણાંક મકાનમાંથી ૪૯ બોટલ દારૂ સાથે એક પકડાયો : બે શખ્સોની શોધખોળ શરૂ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગર વિસ્તારના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે ત્યાં મકાનમાંથી ૪૯ બોટલ દારૂ મળી આવ્યો હતો અને સાથે એક ઇસમ મળી આવતા એક ઈસમની ધરપકડ કરીને પુછપરછમાં બે શખ્સોના નામ ખુલતા ત્રણેય સામે પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી બે ઇસમોની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તેઓને મળેલ બાતમીના આધારે સ્ટાફે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર વિસ્તારમાં રહેતા અશ્વિન ઉર્ફે અરવિંદ રામભાઈ ચાવડા જાતે આહિર (ઉમર ૩૮) મૂળ રહે.નાની બરાર તાલુકો માળીયા મીંયાણાના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનમાંથી જુદીજુદી બે બ્રાન્ડની કુલ મળીને ૪૯ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે રૂપિયા ૧૭,૧૫૦ ની કિંમતની ૪૯ બોટલ દારૂના જથ્થા સાથે અશ્વિન રામભાઈ ચાવડા જાતે આહિર (૩૮) રહે. કુબેરનગર શેરી નંબર-૧ નવલખી રોડ વાળાની ધરપકડ કરી હતી અને તેની આગવીઢબે પૂછપરછ કરવામાં આવતા પોલીસમાં તેણે જણાવ્યું હતું કે, તે આ જથ્થો નિર્મળસિંહ વિક્રમસિંહ રાણા રહે.રામ ઔર શ્યામ શેરી કુબેરનગર નવલખી રોડ અને વિવેક ઉર્ફે ભોટીયો બળવંત વાઘેલા રહે.કુબેરનગર શેરી નંબર-૧ ત્રિલોકધામ મંદિર પાછળ વાળા પાસેથી લાવ્યો હતો.હાલ એ ડિવિઝન પોલીસ મથક ખાતે અશ્વિન ચાવડા, નિર્મળસિંહ રાણા અને વિવેક વાઘેલા નામના ત્રણ શખ્સોની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધાયો છે.હાલમાં પોલીસે અશ્વિન ચાવડાની ધરપકડ કરીને નિર્મળસિંહ રાણા અને વિવેક વાઘેલાની શોધખોળ હાથ ધરી છે.એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ આર.પી.રાણા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ગામથી આગળ આવેલા આઈ.ટી.આઈ. કોલેજ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બાઈકના પાછળના ભાગે બેસીને જઈ રહેલા નાનીબેન વાલજીભાઈ પટેલ (ઉમર ૮૫) રહે.પોલીસ લાઈન નવયુગ રોડ ધાંગધ્રા બાઇકના પાછળના ભાગેથી અકસ્માતે નીચે પડી જતા ઈજા પામતા તેમને મોરબીના સામાકાંઠેની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગર વિસ્તારમાં "શ્રી રાંદલ કૃપા" માં રહેતા અનસોયાબેન ત્રમ્બકલાલ વ્યાસ નામના ૭૨ વર્ષના વૃદ્ધા ઘરે ઘઉંમાં નાંખવાના ટીકડા ખાઈ ગયા હતા.જેથી તેમને સારવાર માટે મંગલમ હોસ્પિટલે ખડાયા હતા જ્યાં સારવાર બાદ એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા હરેશભાઈ ચાવડાએ તપાસ કરી હતી અને તેમાં અનસોયાબેન બીમારીના ટીકડાને બદલે ભૂલથી ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ ગયા હોવાનું ખુલ્યું હતું..!






Latest News