મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૨૧મી ઓગસ્ટ  સુધી BLO દ્વારા હાઉસ ટુ હાઉસ ઝુંબેશ હાથ ધરાશે


SHARE









મોરબી જીલ્લામાં ૨૧મી ઓગસ્ટ  સુધી BLO દ્વારા હાઉસ ટુ હાઉસ ઝુંબેશ હાથ ધરાશે

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં તા.0૧-0૧-૨૦૨૪ ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.જે મુજબ BLO દ્વારા હાઉસ ટુ હાઉસ ચકાસણી ૨૧-૦૮-૨૦૨૩ સુધી થનાર છે. સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ ૧૭-૧૦-૨૦૨૩ ના રોજ થનાર છે.

હક્ક-દાવા તથા વાંધા અરજી કરવાનો સમય ગાળો તા. ૧૭-૧૦-૨૦૨૩ મંગળવાર થી ૩૧-૧૧-૨૦૨૩ ગુરુવાર સુધીનો રહેશે. ખાસ ઝુંબેશની તારીખો ECI દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે. હક્ક- દાવા તથા વાંધા અરજીઓના નિકાલ તા. ૨૬-૧૨-૨૦૨૩ મંગળવાર સુધી કરવામાં આવશે. મતદાર યાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી તથા ડેટા બેઝ અધતન કરવા અને પૂરવણી યાદીઓ છપાવવાની કામગીરી ૦૧-૦૧-૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા. ૦૫-૦૧-૨૦૨૪ શુક્રવારના રોજ જાહેર કરવામાં આવશે.

જે લોકોને બુથ પર જવું ન હોય તે લોકો NVSP, VHA નો ઉપયોગ કરી પોતાના હક્ક- દાવા રજૂ કરી શકશે. અને આ બાબતે કોઈ મુશ્કેલી જણાય તો  જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટરના ૧૯૫૦ ટોલ ફ્રી નંબરમાં ફોન કરી પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકશે જેથી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા અને તંદુરસ્ત મતદાર યાદી તૈયાર થાય તે માટે શ્રી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મોરબી જી. ટી. પંડયા દ્વારા અપીલ કરવામાં આવેલ છે. તેમ મોરબી નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એસ.એમ. કાથડની યાદીમાં જણાવાયું છે.






Latest News