મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પાપે વગર વરસાદે સનાળા રોડ ઉપર ઉભરાતી ગટર, લોકો હેરાન: કોગ્રેસ


SHARE









મોરબી પાલિકાના પાપે વગર વરસાદે સનાળા રોડ ઉપર ઉભરાતી ગટર, લોકો હેરાન: કોગ્રેસ

છેલ્લા ઘણા વર્ષોથી સોનો સાથ સોનો વિકાસ સોનો વિશ્વાસ જેવા સૂત્ર સાંભળવા મળી રહ્યા છે જો કે, મોરબીની વાત કરીએ તો મોરબીની એક પણ વર્ષો જૂની સમસ્યા આજની તારીખે ઉકેલાયેલ નથી અને શનાળા રોડ જેવા પોષ વિસ્તારમાં પણ ગટર ૨૪ કલાક ઊભરી છે જે નગરપાલિકાના પાપે ઉભરાઈ છે અને ભજપના આગેવાનોએ લોકોને તેના હાલ ઉપર છોડિ દીધેલ છે તેવો કોંગ્રેસે આક્ષેપ કરેલ છે

મોરબી શહેરના લોકોએ ભાજપને છેલ્લી ચૂંટણીમાં ખોબે ખોબે મત આપ્યા હતા તો પણ લોકોની સુખાકારીમાં કોઈ સુધારો આવેલ નથી અને લોકોના વિકાસને બદલે પોતાના ખીસા ભરવાનો વિકાસ કરવામાં આવ્યો હતો એટલા જ માટે તો પાલિકાની તેજોરી ખાલીખમ થઈ ગયેલ છે જેના કારણે  પ્રજાને પ્રાથમિક સુવિધા જેવી કે, ભૂગર્ભ ગટર છલકાવવાની પીડામાંથી પણ મુક્તિ મળેલ નથી આજની તારીખે મોરબીના સનાળા રોડ ઉપર ભાજપના સાંસદ સહિતના આગેવાનોની જ્યાં બેઠક છે ત્યાં ગટર છલકાઇ છે અને નદી વહે તેમ ગંદુ પાણી વહી રહ્યું છે તો પણ ભાજપના આગેવાનો ચૂપ છે અને લોકો હેરાન છે હાલમાં લોકો આવી વાતો કરે છે કે, ભાજપમાં બે જૂથ હોય પાલિકા મોરબી  માળિયાના ધારાસભ્યના વડપણ હેઠળ ચાલે છે માટે આ ભાજપના આગેવાનો ચૂપ થઈ ગયા છે અત્રે ઉલેખનીય છે કે, ન માત્ર શનાળા રોડ પરંતુ જુદાજુદા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી ફરી વળે છે જેની ફરિયાદ કરવા છતાં પણ કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી ત્યારે મોરબી પાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા ક્યારે આપશે ? તેવો સવાલ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી અને શહેરના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ ઉઠાવેલ છે






Latest News