મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં ૩૦૨ ની કલમ ઉમેરો-કંપનીને આરોપી બનાવાવ કરાયેલ અરજીની ૮ ઓગસ્ટે સુનાવણી


SHARE









મોરબીના ઝૂલતા પુલ કેસમાં ૩૦૨ ની કલમ ઉમેરો-કંપનીને આરોપી બનાવાવ કરાયેલ અરજીની ૮ ઓગસ્ટે સુનાવણી

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે તેમાં કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે અને કંપનીને આરોપી બનાવવામાં આવે તેવી વિકટીમ એસો.ના સભ્ય દ્વારા અરજી કરવામાં આવી છે જેની વધુ સુનાવણી આગામી તા ૮ ઓગસ્ટે કરવામાં આવશે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે દરમ્યાન મૃતકો અને ઇજાગ્રસ્તોને જે વળતર આપવા માટેનું કહેવામા આવ્યું છે તેની સામે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ દ્વારા કોર્ટમાં રકમ જમા કરાવી દેવામાં આવી છે જો કે, મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા આ ગુનામાં કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે અને કંપનીને આરોપી બનાવવામાં આવે તેવી અરજી અગાઉ આપવામાં આવી હતી જેની બુધવારે તારીખ હતી જો કે ત્યારે આરોપી જયસુખભાઈ પટેલના વકીલ દ્વારા વાંધા જવાબ રજૂ કરવા માટે કોરટમાં સમય માંગવામાં આવ્યો હતો જેથી કરીને કોર્ટે આગામી તા ૮/૮ ના રોજ વધુ સુનાવણી માટે તારીખ આપેલ છે અત્રે ઉલેખનીય છે કે, સરકારી વકીલ એસ.કે. વોરા આ મેટર કોરટમાં ચાલુ હતી ત્યારે હાજર ન હતા જેથી તેઓનું સ્ટેન્ડ નિશ્ચિત કરવા માટે તેઓને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા જેથી તે રાજકોટથી તાત્કાલિક મોરબીની કોર્ટમાં આવ્યા હતા અને આ કેસમાં ભોગ બનેલા પરિવારના વકીલ તરીકે હાલમાં હાઇકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે, રાહુલ શર્મા અને મોરબીના દિલીપભાઇ આગેચાણિયા રોકાયેલા છે 




Latest News