મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં ચારિત્રની શંકા-કરિયાવર બાબતે પરણીતાને ત્રાસ: પતિ-સાસુ સામે ફરિયાદ


SHARE









મોરબીમાં ચારિત્રની શંકા-કરિયાવર બાબતે પરણીતાને ત્રાસ: પતિ-સાસુ સામે ફરિયાદ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગની પાછળના ભાગમાં ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતી પરીણાના ચારિત્ર ઉપર શંકા કરીને તેમજ તારા બાપે કરિયાવરમાં કંઈ આપ્યું નથી તેવું કહીને પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હતો અને તેની સાથે મારકૂટ કરવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલ પરિણીતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આલાપાર્ક શેરી નં-૩ માં આવેલ બજરંગ કૃપામાં રહેતા શ્રદ્ધાબેન નીરવભાઈ રાજપરા જાતે પટેલ (૩૨)એ તેના પતિ નિરવભાઈ વલ્લભભાઈ રાજપરા અને સાસુ વનીતાબેન વલ્લભભાઈ રાજપરા રહે. બંને ન્યુ આદર્શ સોસાયટી સરદાર બાગ પાછળ સનાળા રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, અવારનવાર નાની નાની બાબતોમાં અને ઘરકામ બાબતે હેરાન પરેશાન કરીને મારકૂટ કરતા હતા તેમજ તેના સાસુ એવું કહેતા હતા કે તું કરિયાવર લાવી નથી તારા બાપે કાંઈ આપ્યું નથી તેમજ તેના ચરિત્ર ઉપર શંકા કરીને ગાળો આપતા હતા અને મેણાંટોણાં મારીને શરરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા તેમજ ફરિયાદીના પતિની ખોટી ચડામણી કરતાં હોવાથી બંને વચ્ચે માથાકૂટ થતી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News