મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં જુદીજુદી જગ્યાએથી દેશી બનાવટના બે હથિયાર સાથે બે શખ્સ ઝડપાયા


SHARE





માળીયા (મી) તાલુકામાં જુદીજુદી જગ્યાએથી દેશી બનાવટના બે હથિયાર સાથે બે શખ્સ ઝડપાયા

માળીયા મીયાણા તાલુકાના ખીરાઇ ગામે રહેણાંક મકાનમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો હતો તેવી જ રીતે માળિયા કચ્છ હાઇવે ઉપર આવેલ હોટલ પાસેથી એક દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો છે જેથી કરીને બે શખ્સોની હથિયાર સાથે પોલીસ દ્વારા ધરપકડ કરીને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

માળીયા મીયાણા તાલુકાના ખીરાઇ ગામે રહેતા ગુલામભાઈ લધાણી પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની માહિતી એલસીબીની ટીમને મળી હતી જેથી પોલીસે ત્યાં તેના ઘરે ચેક કરતા ઘરમાંથી દેશી બનાવટની બારબોરની સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી જેથી પોલીસે ૫૦૦૦ ની કિંમતનું હથિયાર કબજે કરીને આરોપી ગુલામભાઈ મોવરભાઈ લધાણી જાતે મિયાણા (૫૮) રહે. ખીરાઇ તાલુકો માળિયા વાળાની ધરપકડ કરી માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક જૂનો તમંચો મળી આવતા પોલીસે ૫૦૦૦ ની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી સુનિલભાઈ વિજયભાઈ અધ્રોજિયા જાતે દેવીપુજક (૨૦) રહે અમરેલી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એટ્ક મુજબ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે




Latest News