મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનારા રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીમાં રોકડ પુરસ્કાર માટે મહિલા ખેલાડીઓને ૧૫મી સુધીમાં અરજી કરવી


SHARE

















મોરબીમાં રોકડ પુરસ્કાર માટે મહિલા ખેલાડીઓને ૧૫મી સુધીમાં અરજી કરવી

નહેરુ યુવા કેન્દ્ર મોરબી યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય ભારત સરકાર અને જે.એ. પટેલ મહિલા રોકડ પુરસ્કાર મેળવવા મહિલા ખેલાડીઓને ૧૫મી ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષમાં વિવિધ રમતોની રાજય કક્ષાની શાળાકીય/ ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અં. ૧૪ , ૧૭, ૧૯ અને સ્કૂલ ગેઈમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા  દ્વારા મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલા) મહિલા ખેલાડીઓને કોઈ પણ  એક જ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે મહિલા રોકડ પુરસ્કાર યોજનામાટેનું ફોર્મ ભરીને તા.૧૫/૧૦ સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી, કચેરીને મળી રહે તેવી રીતે અરજી મોકલવાની રહેશે. વધુમાં વર્ષ-૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧માં રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલ મહિલા ખેલાડીઓ પણ અરજી કરી શકશે. વધુ માહિતી માટે મો.ન.૮૪૬૯૯૨૨૯૦૫ પર સંપર્ક કરવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનીયર કોચ મોરબી દ્વારા જણાવેલ છે.

વાલી શોધવા કવાયત

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર કોઇ અજાણ્યો પુરુષ ઉ.વ. આશરે ૬૦ તા.૧૮/૦૯ ના રોજ બંધુનગર ગામની સીમ પેગ્વિન સીરામીક પાસે, નેશનલ હાઈવે રોડની કિનારી નીચે કોઈ કારણસર મરણ ગયેલ હોય મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય કે તેના વાલી વારસ મળી આવેલ નથી મરણજનારે જમણા હાથની પહેલી આંગળીમાં સફેદ ધાતુની વીંટી પહેરલ છે. તથા મોઢા ઉપર સફેદ-કાળી દાઢી તથા મુછ છે. જેના વાલી વારસોએ અજીતસિંહ એલ.પરમાર મોબાઈલ નં.૮૪૦૧૨૬૧૦૯૪ અથવા તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ૦૨૮૨૨-૨૪૨૫૯૨ પર સંપર્ક કરવા જણાવ્યુ છે

સહાય માટે અરજી

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ફળઝાડ વાવેતર માટે સરકારના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર દાડમ, લીબું, જામફળ, સીતાફળ જેવા ફળપાકોના વાવતેર સહાય બાગાયત ખાતાના નિયમોનુસાર મળવાપાત્ર થાય છે. આ માટે જિલ્લાના બાગાયતી ખેડુતોએ તા.૩૧/૧૨ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:-૧,૧૪ અને ૫૬ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અઆધારકાર્ડ નકલબેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેકબાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલોવગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદનલાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે




Latest News