મોરબીમાં રોકડ પુરસ્કાર માટે મહિલા ખેલાડીઓને ૧૫મી સુધીમાં અરજી કરવી
મોરબીમાં લશ્કરી દળ-પોલીસમાં ભરતી માટે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ યોજાશે
SHARE









મોરબીમાં લશ્કરી દળ-પોલીસમાં ભરતી માટે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ યોજાશે
મોરબીમાં પોલીસ અને સેનામાં જોડાવવા માટે ઇચ્છતા યુવાનો માટે પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે આ ને એક ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગમી તા ૨૭ સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવશે
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આગામી સમયમાં લશ્કરી દળ અને પોલીસમાં ભરતી થવા ઈચ્છતા યુવાનો માટે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેવા માટે આગામી તા ૨૭ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ત્યાર બાદ પોલીસ, લશ્કરી તેમજ અર્ધ લશ્કરી દળમાં ભરતી માટે તૈયારી કરતા યુવાન-યુવતીઓની શારીરિક કસોટી માટે સાત દિવસના ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ યોજાશે જેમાં તજજ્ઞોની મદદથી માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પની વધુ વિગત માટે દિલીપભાઈ મો. ૮૧૪૧૩ ૨૨૨૦૨ અને વીજયભાઈ મો. ૯૯૧૩૯ ૪૫૦૦૬ નો સંપર્ક કરવાનો રહેશે
