મોરબીમાં યોજાનાર “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” માં ૭૫ યુવાનો ભાગ લેશે
SHARE









મોરબીમાં યોજાનાર “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” માં ૭૫ યુવાનો ભાગ લેશે
નહેરુ યુવા કેન્દ્ર મોરબી યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય ભારત સરકાર અને જે.એ. પટેલ મહિલા કોલેજ મોરબી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે તારીખ ૨૫મી સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન કરવામાં આવેલ છે.
જિલ્લા યુવા અધિકારી સચિન પાલના જણાવ્યા અનુસાર તારીખ ૧૩મી ઓગસ્ટ-૨૦૨૧ થી ૨જી ઓક્ટોબર ૨૦૨૧ સુધી આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવેલ છે. આ અનુસંધાનમાં મોરબી જિલ્લામાં ૨૫મી સપ્ટેમ્બર-૨૦૨૧ના રોજ “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન કરવામાં આવેલ છે. યુવાનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ ના સૂત્રને અંગીકાર કરીને ફિટનેસને પોતાના જીવનનું એક ભાગ બનાવે તે કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમ ૭૫ યુવાનો ભાગ લેશે.
આ કાર્યક્રમ અંતર્ગત શ્રીમતી જે.એ. પટેલ મહિલા કૉલેજ છાત્રાલય રોડ થી જીઆઇડીસી રોડ, શનાળા રોડ, સરદાર બાગ થી જે.એ.પટેલ મહિલા કોલેજ સુધી દોડ લગાવવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી, મોરબી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ, પાલિકાના ચીફ ઓફિસર ઉપસ્થિત રહેશે. અને કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ યુવાનોને સર્ટીફીકેટ તથા પ્રથમ ત્રણ વિજેતાને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન જિલ્લા યુવા અધિકારી સચિન પાલ, જે.એ. પટેલ મહિલા કૉલેજ આચાર્ય ડૉ. પી.કે. પટેલ અને એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. વનિતા કગથરા દ્વારા કરવામાં આવેલ છે.
