મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાસે હોટલે શાક લેવા માટે આવેલ વ્યક્તિ સહિતનાઓએ મહિલાને માર માર્યો


SHARE







મોરબીના ટિંબડી પાસે હોટલે શાક લેવા માટે આવેલ વ્યક્તિ સહિતનાઓએ મહિલાને માર માર્યો

મોરબી નજીકના ટિંબડી ગામ પાસે હોટલે શાક લેવા માટે આવેલા વ્યક્તિ અને તેના પરિવારજન દ્વારા મહિલાને માર મારવામાં આવ્યો હતો જેથી મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ટિંબડી ગામે રહેતા હસીનાબેન ઉસ્માનભાઈ સલાવત જાતે પઠાણ (૪૦)ને તેના ઘર નજીક મારામારીનો બનાવ બન્યો હતો તેમાં ઈજા થઇ હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે આ બનાવમાં ઈજા પામેલ મહિલાને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે મહિલા હોટલે હતી ત્યારે ત્યાં શાક લેવા માટે થઈને આવેલા વ્યક્તિ અને તેની સાથે આવેલ તેના પરિવારજનો દ્વારા મહિલાની સાથે ઝઘડો કર્યો હતો અને તેને માર માર્યો હતો

અકસ્માતમાં ઇજા

મોરબીના વાઘપરા વિસ્તારની બાજુમાં આવેલ કબીર ટેકરી શેરી નં-૨ માં રહેતા અબ્દુલહમીદભાઇ ઇસ્માઈલભાઈ ચાનિયા (૬૫) પોતાના ઘરેથી સાયકલ લઈને બહાર જઈ રહ્યા હતા ત્યારે સાયકલ ઉપરથી નીચે પડી જતા ઈજા થવાથી વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

પરિણીતાને માર માર્યો

મૂળ જામનગરના રહેવાસી અને હાલમાં મોરબીના સબજેલ ચોક સામે રહેતા અવનીબેન દીપભાઈ મકવાણા (૧૯)ને તેના પતિ, સાસુ, નણંદ દ્વારા જામનગર બસ સ્ટેશન પાછળના રોડ ઉપર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાએ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માત ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર બસ સ્ટેશન પાસે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના જેલ ચોક પાસે રહેતા સંજય રમેશભાઈ મકવાણા (૩૭) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News