મોરબીમાં લશ્કરી દળ-પોલીસમાં ભરતી માટે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ યોજાશે
મોરબીની સરકારી શાળામાં વાસણની સફાઈ કરતી વિદ્યાર્થિનીઓનો ફોટો થયો વાયરલ
SHARE









મોરબીની સરકારી શાળામાં વાસણની સફાઈ કરતી વિદ્યાર્થિનીઓનો ફોટો થયો વાયરલ
રાજ્યના જુદા જુદા વિસ્તારની અંદર આવેલ સરકારી શાળાઓમાં અભ્યાસ માટે થઈને આવતાં વિદ્યાર્થીઓ પાસે શાળામાં સફાઈ કરવામાં આવતી હોય તેમજ શાળાના આચાર્ય કે શિક્ષકોના વાહનોની સાફ-સફાઇ કરવામાં આવતી હોય આવા વીડીયો અને ફોટો તો અગાઉ અનેક વખત વાઇરલ થયા છે તેવી જ રીતે મોરબી શહેરના જેલ રોડની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીનીઓ પાસે શાળાના વાસણોની સાફસફાઈ કરવામાં આવતી હોય તે પ્રકારનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારે શાળામાં અભ્યાસ કરવા માટે થઈને આવતા વિદ્યાર્થીઓ પાસે શા માટે વાસણની સફાઈ કરવામાં આવતી હોય છે અને અન્ય સફાઇ કામ કરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ અહી ઊભો થઈ રહ્યો છે
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં કુલ મળીને ૫૯૦ કરતાં વધુ સરકારી શાળાઓ આવેલી છે જેમાં ઘણી વખત વિદ્યાર્થીઓ માટે નાના-મોટા કામ કરવામાં આવતા હોય તેવી માહિતી અને ફરિયાદ સામે આવતી છે જોકે હાલમાં મોરબીના સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો છે જેમાં સરકારી શાળાની અંદર અભ્યાસ કરવા માટે તેને આવેલી વિદ્યાર્થીનીઓ પાસે શાળામાં વાસણાની સફાઈ કરવામાં આવતી હોય તે પ્રકારનો જોવા મળી રહ્યું છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં જેલની સામેના ભાગમાં વિસ્તારમાં સાર્વજનિક સરકારી પ્રાથમીક શાળા આવેલ છે આ સરકારી શાળાની અંદર અભ્યાસ માટે છેવાડાના અને શ્રમજીવી પરિવારની દીકરીઑ આવે છે અને તેઓની પાસે શાળાની અંદર વાસણની સફાઈ કરવામાં આવતી હોય તે પ્રકારનો ફોટો હાલમાં વાઇરલ થયો છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ આ વિસ્તારના સ્થાનિક આગેવાનો દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકોને ત્યાં જઈને શાળામાં વિદ્યાર્થિનીઓ પાસે સફાઈ સહિતના કામો નહીં કરાવવા માટે કહેવામા આવ્યું છે તો પણ વિદ્યાર્થીનીઓ પાસે વાસણની સફાઈ કરાવવામાં આવતી હતી ત્યારે આ અંગે જવાબદાર અધિકારી દ્વારા આચાર્યો અને શિક્ષકોની સામે નક્કર પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે
