મોરબીની સરકારી શાળામાં વાસણની સફાઈ કરતી વિદ્યાર્થિનીઓનો ફોટો થયો વાયરલ
મોરબીના ટિંબડી પાટિયા પાસે બોગસ સિક્યુરીટી ચલાવતો શખ્સ ઝડપાયો
SHARE









મોરબીના ટિંબડી પાટિયા પાસે બોગસ સિક્યુરીટી ચલાવતો શખ્સ ઝડપાયો
મોરબીના ટિંબડી પાટિયા પાસે આવેલ કારખાનામાં લાયસન્સ ન હોવા છતા સિકયુટીરી ગાર્ડ પુરા પાડીને બોગસ સિક્યુરીટી ચલાવતો સંચાલક મળી આવ્યો હતો જેથી કરીને એસ.ઓ.જી.ની ટાઇમે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી એસ.ઓ.જી.નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે ટીંબડી પાટીયા પાસે આવેલ એફિલ વીટ્રીફાઇડ પ્રા.લી. કારખાનામાં સંજયકુમારસિંગ અવધેશકુમાર સિંગ (ઉ.૪૧) રહે. હાલ એફિલ વીટ્રીફાઇડ કારખાને મુળ ગામ ઉમધા, રાજ્ય-બિહાર વાળાની પાસે પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ન હોવા છતા કારખાનામાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડી લાયસન્સ વગર પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવતા મળી આવ્યો હતો જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરીમાં એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ વી.બી.જાડેજાની સૂચન મુજબ, કિશોરભાઇ મકવાણા, સબળસિંહ સોલંકી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, સંદિપભાઇ માવલા તથા પ્રિયંકાબેન પૈજા દ્વારા કરવામાં આવી હતી
