મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં તાવની સારવાર દરમ્યાન અચાનક તબિયત બગાડતાં યુવાનનું મોત


SHARE









મોરબીમાં તાવની સારવાર દરમ્યાન અચાનક તબિયત બગાડતાં યુવાનનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર નવા બનતા લોટસ એપાર્ટમેન્ટમાં કામ કરતા યુવાનને તાવ આવતો હોવાથી રિપોર્ટ કરાવીને દવા લઈને તે ઘરે ગયો હતો અને ત્યારબાદ ત્યાં તેની તબિયત વધારે ખરાબ થતા તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની મૃતક યુવાનની પત્ની દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાથી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર નવા બનતા લોટસ એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ઢેડીયાભાઈ જંગલીભાઈ બામણીયા જાતે આદિવાસી (૩૭) નામના યુવાનને તાવ આવતો હોવાથી રવાપર રોડ ઉપર આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે દવા લઈને રિપોર્ટ કરાવીને તે નવ બનતા લોટસ એપાર્ટમેન્ટ ખાતે આવ્યો હતો અને ત્યાં તેની તબિયત વધારે ખરાબ થઈ હોવાથી તેને તાત્કાલિક બોલેરો ગાડીમાં સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ આ બનાવ અંગેની મૃતકના પત્ની કુલીબેન ઢેડીયાભાઈ બામણીયા (૩૩) રહે. હાલ રવાપર રોડ નવા બનતા લોટસ એપાર્ટમેન્ટ મૂળ રહે એમપી વાળીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતાં પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી યાદ કરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે




Latest News