મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા ! મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો મોરબીના અમરનગર ગામે ઓરડીમાંથી 72 બોટલ દારૂ ઝડપાયો: માળીયાના નવગામ પાસેથી 1200 લિટર આથો ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શક્તિ ચેમ્બર સામે ઓવરટેક કરીને બ્રેક કરતા પાછળ આવતો ટ્રક કારમાં અથડાયો: ટ્રક ચાલકને માર માર્યો !


SHARE













મોરબીમાં શક્તિ ચેમ્બર સામે ઓવરટેક કરીને બ્રેક કરતા પાછળ આવતો ટ્રક કારમાં અથડાયો: ટ્રક ચાલકને માર માર્યો !

મોરબી વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર સામે ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના ટ્રકનો ઓવરટેક કર્યો હતો ત્યારબાદ કારને બ્રેક લગાવી હતી જેથી કરીને પાછળથી આવી રહેલ ટ્રક તેમાં અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ કાર ચાલકે ટ્રકના ડ્રાઇવરને માર માર્યો હતો. જેથી કરીને યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે કચ્છના ગાંધીધામના રહેવાસી મોહમ્મદ ખુરશીદ અન્સારી (૪૨) નામનો યુવાન ટ્રક નંબર જીજે ૧ એચઆર ૬૬૭૫ લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રીઝન્ટા હોટલ સામે રસ્તા ઉપર થી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના ટ્રકનો ઓવરટેક કર્યો હતો અને ત્યારબાદ આગળ જઈને કારને બ્રેક લગાવી હતી દરમિયાન પાછળ આવી રહેલ મહંમદ અન્સારીનો ટ્રક તે કારમાં પાછળના ભાગે અથડાયો હતો જેથી કરીને કાર ચાલકે ટ્રકના ડ્રાઇવર સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેને માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી
વાંકાનેર તાલુકાના વડુસર ગામે રહેતા ગોપાલભાઈ વનાભાઈ ઝાલા (૨૩) નામનો યુવાન વાડીએ હતો ત્યારે વાડી વિસ્તારમાં કોઈ કારણોસર તે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર રહેતા યુનુસભાઈ ગનીભાઈ મીનીવાડીયા (૬૨) નામના વૃદ્ધ મોરબીના જુના બસ સ્ટેશન પાસેની દરગાહ નજીક હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવવામાં તેને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી રહી છે






Latest News