મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ
Breaking news
Morbi Today

મોરબીની શિવમ હોસ્પિટલમાં કમરમાં રહેલ ગાંઠનું સફળ ઓપરેશન કરીને નવજાત બાળકને નવજીવન આપ્યું


SHARE















મોરબીની શિવમ હોસ્પિટલમાં કમરમાં રહેલ ગાંઠનું સફળ ઓપરેશન કરીને નવજાત બાળકને નવજીવન આપ્યું

મોરબીની ખાનગી હોસ્પિટલમાં જન્મેલા બાળકને કમરમાં ગાંઠ જોવા મળી હતી જે જવલ્લે જ જોવા મળતી બીમારી છે જેથી કરીને તે હોસ્પિટલના ડોક્ટરોએ કુનેહ પૂર્વક સફળ ઓપરેશન કરીને નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો

મોરબીમાં આવેલ શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ચાર દિવસ પહેલા જન્મેલા બાળકનું વજન માત્ર ૧.૯ કિલો હતું અને તે બાળકની કમરમાં ચેતાતંત્રની દુર્લભ ગણાતી ગાંઠ જોવા મળી હતી જેને મેડિકલ ભાષામાં "Meningo-myelocele ’ મેનીંગો માઈલોસીલ કહેવાય છે, જેના કારણે પગમાં લકવો તથા ચેતા તંત્રમાં રસી થવાની શક્યતા હોય છે જો કે, શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં બાળકનું સફળ ઓપેરશન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, મગજ, કરોડરજ્જુ અને મણકાના ઓપરેશન માટે લોકોને મોટા શહેરોમાં જવું પડતું હોય છે પરંતુ હવે મોરબીમાં આવેલ શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલમાં મગજ, કરોડરજ્જુ અને મણકાના ઓપરેશનની સારવાર એઇમ્સ હોસ્પિટલમાંથી ન્યુરોસર્જરીની ડિગ્રી મેળવેલા ડો. રીધમ ખંડેરીયા તેની ટિમ દ્વારા કરવામાં આવે છે ત્યારે બાળકની કરોડરજ્જુની ગાંઠનું ખૂબ જ જટિલ ઓપરેશન તેની ટીમે જ કયું હતું ત્યારે તેની સાથે ડૉ. હાર્દિક ઘોડાસરા, ડૉ. પ્રહલાદ ઉઘરેજા અને ડૉ. સાગર ખાનપરા, ડૉ. રવિ કોટેચા પણ સાથે રહ્યા હતા અને ઓપરેશન પછીની સઘન સારવાર ડૉ. કરણ સરડવા અને ડૉ. બ્રિજેશ કૈલા દ્વારા કરવામાં આવી હતી. આવા મેજર ઓપરેશનનો ખર્ચો ખૂબ જ વધારે થતો હોય છે પરંતુ બાળકના માતા પિતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. પ્રહલાદ ઉઘરેજા દ્વારા આ ઓપરેશનના ખર્ચમાં ખૂબ જ રાહત કરી આપવામાં આવી હતી.






Latest News