મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યાલય ખાતે આગામી તા.૨૦ ના જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાશે


SHARE









મોરબીની સાર્થક વિદ્યાલય ખાતે આગામી તા.૨૦ ના જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલીત તાલુકા કક્ષાના યુવા ઉત્સવ મોરબી જિલ્લાના તમામ તાલુકામાં જુલાઈ માસમાં યોજાયો હતો.જેમાં અંદાજીત ૪૫૦ થી વધુ સ્પર્ધકોએ ૩૩ સ્પર્ધાઓ જેવી કે લોકનૃત્ય, એકપાત્રિય અભિનય, કાવ્ય લેખન સ્પર્ધા, વકતૃત્વ તેમજ શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા, દુહા-છંદ ચોપાઈ, લોકગીત, ભજન, લોકવાર્તા, જેવી જુદીજુદી અન્ય સ્પર્ધાઓમાં જુદાજુદા વયજૂથમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલાઓ આગામી તા.૨૦-૮ ના રોજ સાર્થક વિદ્યાલય મોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પોતાના તાલુકાનું પ્રતિનિધિત્વ કરી ભાગ લેશે.આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા સ્પર્ધકોએ તા.૨૦ ના રોજ સાર્થક વિદ્યાલય મોરબી ખાતે સવારે ૮ કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે.તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે યાદીમાં જણાવેલ છે.




Latest News