મોરબીમાં સેલ્ફ ફાયનાન્સ શાળાની શિક્ષિકાબેને પોતાના બે પગાર અનાથ બાળકોની ફી માટે આપ્યા
મોરબી શહેર, તાલુકા અને હળવદમાં જુગારની ચાર રેડ: ૧.૧૮ લાખના મુદામાલ સાથે ૧૮ જુગારી પકડાયા
SHARE
મોરબી શહેર, તાલુકા અને હળવદમાં જુગારની ચાર રેડ: ૧.૧૮ લાખના મુદામાલ સાથે ૧૮ જુગારી પકડાયા
મોરબી શહેરમાં બે, તાલુકામાં એક અને હળવદ તાલુકાનાં જોગડ ગામે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૮ જુગારી પકડાયા હતા જેથી કરીને પોલીસે ૧,૧૮,૪૨૦ ની રોકડ કબજે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ દર્શન એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૬૦૨ માં રહેતા ઉપેન્દ્રભાઈ સરડવાના ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી ઉપેન્દ્રભાઈ નાથુભાઈ સરડવા (૫૨) રહે. રવાપર ચોકડી દર્શન એપાર્ટમેન્ટ પ્લેક નંબર ૬૦૨ મોરબી, મોહિતભાઈ કાંતિભાઈ કાસુન્દ્રા (૩૬) રહે. શ્રદ્ધા સોસાયટી રવાપર રોડ મોરબી, ચંદુલાલ રતિલાલ બરાસરા (૫૨) રહે. ઘૂનડા, પ્રાણજીવનભાઈ કાનજીભાઈ ફુલતરીયા (૬૦) રહે. રવાપર કેનાલ ચોકડી રોયલ પાર્ક ગોલ્ડન પેલેસ બ્લોક નંબર ૬૦૨ મોરબી, વાલમજીભાઇ મોહનભાઈ માકાસણા (૬૯) રહે. ચરાડવા અને નાગજીભાઈ હીરાભાઈ ફૂલતરીયા (૬૪) રહે. આલાપ રોડ મધુરમ સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૮૯,૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે આવેલ કાંતિનગર સોસાયટીની છેલ્લી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે રહીમભાઈ રમજાનભાઈ માજોઠી (૨૯) રહે. કાંતિનગર મોરબી તેમજ અયુબભાઈ દિલાવરભાઈ સામતાણી (૩૨) રહે. ખીરઈ તાલુકો માળીયા મીયાણા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૦,૮૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે મોરબીના રાજપર ગામમાં નવાપરા મેઇન શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા અમિતભાઈ રમેશભાઈ પરસુંડા (૨૫), ભુપેન્દ્રભાઈ જીવરાજભાઈ દેત્રોજા (૫૦) અને હુસેનભાઈ ગફારભાઈ ઠાસરીયા (૩૧) રહે. બધા રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૬૧૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના રામેશ્વર જોગડ ગામના ઝાપા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા આવવાની સ્થાનિક પોલીસની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પ્રહલાદભાઈ નાનજીભાઈ ઢવાણીયા (૩૫) રહે જોગડ, ભરતભાઈ કેશાભાઈ પાટડીયા (૪૧) રહે ખોડ, ગુગાભાઈ માવજીભાઈ મજેઠીયા (૩૫) રહે જોગડ, દિનેશભાઈ માવજીભાઈ સુરેલા (૪૫) રહે જોગડ બેચરભાઈ માવજીભાઈ પાટડીયા (૨૮) રહે ખોડ, અનિલભાઈ ગેલાભાઈ મજેઠીયા (૨૬) રહે જોગડ અને જગદીશભાઈ ગોરધનભાઈ કુડેચા (૩૧) રહે જોગડ વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી ૧૨૪૨૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.









