મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની ખાલી પડેલ જગ્યા ભરવા કવાયત


SHARE









મોરબી જિલ્લામાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની ખાલી પડેલ જગ્યા ભરવા કવાયત

સરકારના કાયદા વિભાગના તા.૧૨/૭/૨૦૨૩ પત્ર મુજબ કાયદા વિભાગના પરિપત્ર ક્રમાંક: પરચ/૧૦૨૦૨૩/૧૦૮/હ, તા.૧૫/૪/૨૦૨૩ થી આપવામાં આવેલ સૂચનાઓ ધ્યાને લઇ સરકારએ મોરબી જિલ્લા કોર્ટ ખાતે કુલ-૬ એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટરની જગ્યા ભરવા માટે પેનલ રચવા નિર્ણય કરેલ છે.

જે અન્વયે મોરબી જિલ્લા ન્યાયાલય ખાતેની કોર્ટમાં ૬ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યા ભરવા માટે સને- ૧૯૭૩ ના ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ- ૨૪ (૪) મુજબ તથા સરકારના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો, ૨૦૦૯ ના નિયમ- ૫ (૨) મુજબ પેનલ તૈયાર કરવાની થાય છે. આથી, કાયદા અધિકારી (નિમણૂક અને સેવાની શરતો) અને સરકારના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો, ૨૦૦૯ ના નિયમ- ૫ (૨) થી ઠરાવેલ જોગવાઇ અનુસાર નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા કાયદાના સ્નાતક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.જિલ્લા કોર્ટમાં એડવોકેટ તરીકે ઓછામાં ઓછા સાત વર્ષથી સક્રિય હોય, તેઓ ૫૫ (પંચાવન) વર્ષથી વધુ ઉમરના ન હોય, તેઓ પોતાની નિમણૂકના ઓછામાં ઓછા ત્રણ વર્ષ પૂર્વની મુદત માટે આવકવેરા કરદાતા હોય. આ જગા માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ અત્રેની કચેરીની વેબસાઇટ www.morbi.gujarat.gov.in પરથી તથા અત્રેની કચેરીએથી કચેરી સમય દરમિયાન (રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ, તથા ડિક્લેરેશન ફોર્મ (વિનામૂલ્યે)ની મેળવી, સંપૂર્ણ વિગતો ભરીને જન્મતારીખ, અનુભવ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા છેલ્લા ત્રણ વર્ષના આવકવેરાના રીટર્ન સામેલ રાખીને અરજી ફોર્મ રજીસ્ટર્ડ પો.એડી અથવા રૂબરૂ  “જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી, જિલ્લા સેવા સદન, પહેલો માળ, જિ.મોરબીને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. અને અધૂરી વિગતવાળી અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી.





Latest News