મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી પંથકમાં આવેલા સ્પામાં ગ્રાહકોના વિડિયા બનાવીને તોડ !, કૂટણખાનાનો ધમધમાટ ?: કાંતિભાઈ અમૃતિયા


SHARE









મોરબી પંથકમાં આવેલા સ્પામાં ગ્રાહકોના વિડિયા બનાવીને તોડ !, કૂટણખાનાનો ધમધમાટ ?: કાંતિભાઈ અમૃતિયા

મોરબીની આસપાસના વિસ્તારમાં ૯૦ જેટલા સ્પા ધમધમે છે જેમાંથી કેટલાક સ્પામાં કૂટણખાના ચાલે છે, કેટલાકમાં આવતા ગ્રાહકોના વિડીયો બનાવી લીધા બાદ તેની પાસેથી પૈસા ના તોડ કરવામાં આવે છે આ પ્રકારની વાત કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં ધારાસભ્યનો વાયરલ થયો છે અને સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં ધારાસભ્યના કહેવા મુજબ તેણે એસપીને કડક હાથે આવા ધંધા કરતા સ્પા વાળા સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ છે જોકે, અગાઉ આવી જ રીતે ધારાસભ્ય દ્વારા એક પાંચ કરોડનો તોડ થયો હોવા અંગેની વાત કરતો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો પરંતુ પોલીસ દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવેલ નથી ! ત્યારે આ વિડિયાને કેટલી ગંભીરતાથી લેવામાં આવશે અને ખરેખરમાં સ્પામાં ચાલતા ગોર ધંધા બંધ કરાવવા માટે થઈને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે

મોરબી શહેરમાં દિવસેને દિવસે નસીલા પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે તેમજ હનીટ્રેપ સહિતના દુષણોનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં અગાઉ થોડા દિવસો પહેલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તેણે મોરબીમાં પાંચ કરોડના તોડ અંગેની વાત કરેલ છે જોકે, તે બાબતને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પણ નકકર કામગીરી કરવામાં આવી હોય તેવું ધ્યાન પર આવેલ નથી તેવામાં વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં કાંતિભાઈઅમૃતિયાનો વાયરલ થયેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, મોરબીથી જે વ્યાજખોરના દુષણને ડામવા માટે થઈને કામગીરી શરૂ કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સમગ્ર રાજ્યની અંદર વ્યાજખોરના દુષણને ડામવા માટે થઈને જે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તેના માટે સરકારને તેમના દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે તેની સાથોસાથ મોરબીની અંદર આવેલા સ્પામાં ચાલતા ગોરખધંધાઓનો પર્દાફાશ પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે જેથી આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે

મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા હાલમાં જે વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે તેમાં તેમણે જણાવ્યું છે કે, મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં ૯૦ જેટલા સ્પા ધમધમી રહ્યા છે અને તેમાંથી અમુક સ્પા સાચા છે બાકીના લેભાગુ તત્વો દ્વારા જે સ્પા ચલાવવામાં આવે છે તેમાં કુટણખાના ચાલુ છે અને ત્યાં આવતા ગ્રાહકોના વિડીયો બનાવી લીધા બાદ તેની પાસેથી પૈસાના તોડ કરવામાં આવે છે આટલું ઓછું હોય ત્યાં અમુક જગ્યાએ સ્પામાં નસીલા પદાર્થોનું વેચાણ પણ કરવામાં આવે છે આવી ગંભીર બાબતોના આક્ષેપ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મૂકવામાં આવેલ છે ત્યારે આ બાબતને કેટલી ગંભીરતાથી એસપી દ્વારા લેવામાં આવે છે તે જોવું રહ્યું છે કારણ કે મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સ્પામાં ગોરખધંધા ચાલે છે તેવી વાતો તો લોકોના મોઢે ઘણી જગ્યાએ સાંભળવા મળતી હોય છે પરંતુ મોરબીના ધારાસભ્ય દ્વારા જ્યારે આ વાત કહેવામા આવે છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં મુકવામાં આવે છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા સ્પામાં ચાલતા ગોરખ ધંધા બંધ કરાવવા માટે થઈને અને હનીટ્રેપ જેવા મામલાઓને ગંભીરતાથી લઈને કામગીરી કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે




Latest News