મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૪ સપ્ટેમ્બર સુધી પ્રવેશબંધી


SHARE









વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૪ સપ્ટેમ્બર સુધી પ્રવેશબંધી

રાજકોટ ખાતે હાલ તાલીમ લઈ રહેલ લોકરક્ષકોને હથિયારોની ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તા.૧૬/૮/૨૦૨૩ થી તા. ૪/૯/૨૦૨૩ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૧૬/૮/૨૦૨૩ થી તા. ૪/૯/૨૦૨૩ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, તેમજ કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે




Latest News