મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના દલવાડી સર્કલ પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના દલવાડી સર્કલ પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે કેનાલમાં લપસીને પડી જતા ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે તેનો ભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાસે આવેલ પરશુરામ પોટરીની બાજુમાં રહેતો રાજેશભાઈ કાનજીભાઈ ટીડાણી જાતે કોળી (૪૭) નામનો યુવાન મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે ૨૫ વારિયા નજીકથી પસાર થતો હતો ત્યારે ત્યાં કેનાલમાં લપસીને પડી જતા કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ અંગેની મૃતકના ભાઈ મુકેશભાઈ કાનજીભાઈ ટીડાણી (૪૫) રહે સોઑરડી શેરી નં-૩ મોરબી વાળાએ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એમ.પી. ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રહેતા અબ્બાસભાઈ સલેમાનભાઈ સોઢા (૪૭) નામના યુવાનને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે, માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરાથી વર્ષામેડી ગામ વચ્ચે બે ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઇજાગ્રસ્ત અબ્બાસભાઈ સોઢાને માથા, કાન અને પગના ભાગે ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે હોસ્પિટલે લઈને આવેલ છે






Latest News