રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેગનેટ પત્નીને માર મારતા પતિ સહિતના સાસરિયાં સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં પ્રેગનેટ પત્નીને માર મારતા પતિ સહિતના સાસરિયાં સામે ગુનો નોંધાયો

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ નકલંક પાર્કમાં રહેતી પરણીતાએ તેના પતિ અને સાસુ સસરા સામે તે પ્રેગનેટ હોવા છતાં તેને માર માર્યો હોવા અંગેની અને ઘરકામ બાબતે અવારનવાર હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ નકલંક પાર્ક સોસાયટીમાં રહેતા મિતલબેન ભાવિકભાઈ ફુલતરીયા જાતે પટેલ (૩૨)એ હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ભાવિકભાઈ મનહરભાઈ ફુલતરીયા, સસરા મનહરભાઈ શીવાભાઈ ફુલતરીયા અને સાસુ ગીતાબેન મનહરભાઈ ફુલતરીયા રહે. ત્રણેય કન્યા છાત્રાલય રોડ નકલંક પાર્ક વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે તેને ઘરકામ બાબતે અવારનવાર હેરાન પરેશાન કરતા હતા અને ગાળો આપીને મારકૂટ કરતા હતા તેમજ હાલમાં તે પ્રેગનેટ છે તેમ છતાં તેના પતિએ તેને માર મરવામાં આવ્યો હતો અને ખાવા પીવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા તેમજ ફરિયાદીના પતિને સાસુ તથા સસરા દ્વારા ચડામણી કરવામાં આવતી હતી જેથી તેણે શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો હાલમાં પરિણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News