રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દર્દીઓની સેવા માટે શરૂ કરાયું અમૃતમ ક્લિનિક


SHARE









મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દર્દીઓની સેવા માટે શરૂ કરાયું અમૃતમ ક્લિનિક

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર સારવાર મળે તેના માટે અમૃતમ ક્લિનિક શરૂ કરવામા આવ્યું છે જેનું ઉદ્ઘાટન મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ભાજપના શહેર પ્રમુખ લાખાભાઇ સહિતના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું 

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે આરોગ્ય સેવા શરૂ કરવાનો સંકલ્પ કરીને જેલ રોડ ઉપર આવેલ રબારીવાસના ક્રિષ્ના પાન સામે અમૃતમ કલીનીક શરૂ કર્યું છે ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા અને રીશીપભાઈ કૈલા, મોરબી વોલ ક્લોક આસો.ના પ્રમુખ શશાંકભાઇ દંગી, સિનિયર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ, નિવૃત પી.આઈ. જેમલભાઈ રબારી, વોર્ડ નંબર ૧૩ પૂર્વ કાઉન્સિલર ભાનુબેન નગવાડીયા સહિતના હાજર રહ્યા હતા આ ક્લિનિકમાં લોકો નાત જાતના ભેદભાવ વગર વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, સામાન્ય તાવ શરદી, ઉધરસ, ઝાડ ઉલ્ટી સહિતની બીમારીઓ માટે ખાનગી દવાખાના કે મોંઘી હોસ્પિટલ બધાને પરવડે એમ નથી ત્યારે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને વિનામૂલ્યે  સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે આ કલીનીક શરૂ કરવામાં આવેલ છે




Latest News