મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા પેરેન્ટિંગ સેમિનાર-પુસ્તકનું વિમોચનનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા પેરેન્ટિંગ સેમિનાર-પુસ્તકનું વિમોચનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના કોમનમેન ફાઉન્ડેશન ટ્રષ્ટના પ્રમુખ અને મોરબીના જાણીતા ડો.સતિષ પટેલે બાળ ઉછેર બે હાથમાં, આરોગ્યની આસપાસ, સ્ટેથોસ્કોપ, ઈતિવાર્તા પૂર્ણવિરામ વગેરે પુસ્તકોનું સર્જન કર્યું છે ત્યારે આજના સમયમાં બાળકનો યોગ્ય ઉછેર થાય એ માટેની ટિપ્સ આપતું પુસ્તક એકડે એકથી પેરેન્ટિંગ પુસ્તકનો વિમોચન અને સેમિનાર યોજાયો હતી જેમાં એક હજાર જેટલા શ્રોતાઓની ઉપસ્થિતમાં પુસ્તકના ૩૦ જેટલા સ્પોર્ન્સર્સ અને ગ્રૂપ લીડર્સ તેમજ દશ મહેમાનો વક્તા વગેરે ૧૦  વ્યક્તિઓ દ્વારા પુસ્તકનું વિશિષ્ટ રીતે વિમોચન થયું હતું

આ કાર્યક્રમમાં અવચરભાઈ બરાસરા અને કાંતાબેન બરાસરા કે જેઓ આદર્શ પેરેન્ટ્સ છે એમના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડો.સતીષ પટેલે પોતાની લેખનયાત્રા, જીવનયાત્રા અને મોરબીના સાહિત્યરસિક લોકો વિશે વાતો કરી પેરેન્ટિંગ સેમિનારની સમજણ આપી સૌનું અભિવાદન કર્યું હતું ત્યારબાદ સેમિનારના વક્તા ડો.નિમાબેન સિતાપરાએ તરુણોના મન મસ્તિષ્કમાં ડોકિયું વિષય સાથે બાળકની તરુણાવસ્થામાં કેવી રીતે પેરેન્ટિંગ કરવું? ની વિસ્તૃત સમજ આપી હતી. ત્યારબાદ ડો.નિશ્ચલ ભટ્ટ બાળરોગ અને ટીનેજર્સ હેલ્થ કન્સલ્ટન્ટ,પ્રેસિડેન્ટ એસોસિએશન ઓફ પીડિયાટ્રિક્સ-૨૦૧૮ દ્વારા ઉપસ્થિત સૌને વિવિધ પ્રવૃતિ, વિવિધ ક્લિપ દ્વારા પેરેન્ટિંગ વિસ્તૃત સમજ આપી હતી

ત્યારબાદ રાજકોટના નામાંકિત બાળરોગ નિષ્ણાંત ડો.નયન કાલાવડિયાએ બાળકોમાં પોષણની સમસ્યા અને તેના ઉપાયો વિશે ખુબજ સરસ રીતે ગહન વાતો કરી હતી અંતમાં એકડે એકથી પેરેન્ટિંગ પુસ્તકના લેખક ડો.સતીશ પટેલે મોબાઈલની માયાજાળ વિશે પોતાની આગવી અને અનોખી શૈલીમાં વિષય રજૂ કર્યા હતા, અંતમાં પેરેન્ટિંગ વિશે સતાવતી સમસ્યાઓ વિશે વક્તાઓ અને નિષ્ણાંતોને પ્રશ્નોત્તરી દ્વારા સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ અંબારામભાઈ ચંદ્રાસલા તેમજ તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈ.એન.ટી સર્જન ડો.પ્રેયશ પંડ્યાએ કર્યું હતું.






Latest News