મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ખોટા નામ-આધાર કાર્ડથી બે હોટલમાં રોકાનારને સગવડ કરી આપનારા મોરબીમાં રહેતા શખ્સની ધરપકડ: રિમાન્ડ મંજૂર


SHARE







ખોટા નામ-આધાર કાર્ડથી બે હોટલમાં રોકાનારને સગવડ કરી આપનારા મોરબીમાં રહેતા શખ્સની ધરપકડ: રિમાન્ડ મંજૂર

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસે ૮ કરોડની ખંડણી માગનાર શખ્સ મોરબીની હોટલોમાં ખોટા આધાર કાર્ડ રજૂ કરીને ખોટું નામ ધારણ કરીને રોકાયો હતો જેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મૂળ રાજકોટના સરધાર ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રાધાસ્વામી રો-હાઉસ ચાણક્યપુરી ખાતે રહેતા જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫) અને વિજયસિંહ રાજપુત તથા તપાસમાં ખુલે તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જે ગુનામાં અગાઉ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસે ૮ કરોડની ખંડણી માગનાર અને મોરબીની હોટલમાં ખોટા અને પુરાવા આધારે રોકાયેલા આરોપી જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫)ની ધરપકડ કરવામાં આવી છે અને તે આરોપી હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે ત્યારે આ ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા માટે પોલીસ તજવીજ કરી રહી હતી તેવામાં હાલમાં મોરબી એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા અને તેની ટિમ દ્વારા આરોપી રાજેન્દ્રસિંહ સુરસંગસિંહ ડાભી જાતે રાજપૂત (૩૪) રહે. હાલમાં વાવડી રોડ સ્વાતિ પાર્ક મોરબી મૂળ રહે. ડાંગરવા કડી મહેસાણા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના તા ૧૬/૮ સુધીના એટ્લે કે બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીએ જિનેન્દ્ર શાહ જે પોતાની સાચી ઓળખ છુપાવીને મોરબીના જેલ રોડ ઉપર આવેલ જે.કે. હોટલ તથા શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ ખાતે રોકાયો હતો અને ત્યારે તેણે નિલેશ નારણભાઈ પોશિયા રહે. જુનાગઢ વાળાનું આધાર કાર્ડ રજૂ કર્યું હતું જે આધાર કાર્ડ તેને વિજયસિંહ રાજપૂતે સોશિઅલ મીડિયાથી આપ્યું હતું અને તે આધાર કાર્ડ હોટલમાં હાલમાં પકડાયેલા આરોપીએ આપ્ટુંયુ હતું અને ખોટું નામ ધારણ કરીને તથા ખોટું આધાર કાર્ડ રજૂ કરીને નિલેશ પોશિયાના નામથી અગાઉ પકડાયેલ આરોપી મોરબીની બે હોટલમાં રોકાયો હતો હતો હજુ આ ગુનામાં આ આઈડી પ્રૂફની વ્યવસ્થા કરી આપનારા આરોપી વિજયસિંહ રાજપુતને પકડવા માટે તજવીજ કરવામાં આવેલ છે






Latest News