રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં રોજગારી માટે યુપીથી આવેલ યુવાને ટ્રક આડે કૂદીને જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબીમાં રોજગારી માટે યુપીથી આવેલ યુવાને ટ્રક આડે કૂદીને જીવન ટૂંકાવ્યું

મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં રોજગારી મેળવવા માટે થઈને આવેલી યુવાન મોરબીના લાલપર ગામ પાસે પાવર હાઉસ નજીક હતો ત્યારે ત્યાથી જઇ રહેલા અજાણ્યા ટ્રકની આડે તેને ઝંપલાવ્યું હતું જેથી ટ્રકના પાછળના વ્હીલ તેના ઉપરથી ફરી ગયા હોવાથી તે યુવાનને માથામાં અને મોઢા ઉપર ગંભીર ઇજા થતાં તેનું  મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે તેના પરિવારજન મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના બાંદા જિલ્લાના બેન્દન ગામના રહેવાસી જલંધરભાઈ કુંજબિહારી વર્મા જાતે અનુ.જાતિ (૩૬) મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં રોજગારી મેળવવા માટે થઈને મોરબી આવ્યો હતો અને તેના કૌટુંબિક ભાઈ સાથે તે લાલપર ગામ પાસે આવેલ પાવર હાઉસ નજીકથી પસાર થતો હતો ત્યારે અજાણ્યો ટ્રક નીકળતા તેની આડે તેણે કૂદકો માર્યો હતો જેથી કરીને ટ્રકના પાછળના વ્હીલ જલંધરભાઈ વર્માના માથા અને મોઢાના ભાગ ઉપરથી ફરી વળતા તેને ગંભીર ઈજા થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે વિજયપાલ રામસજીવન વર્મા જાતે અનુ. જાતી (૪૦) રહે. મૂળ યુપી વાળા લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે




Latest News