રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્મશાનની પવિત્રભૂમિ ઉપર તિરંગો લહેરાવીને ઉજવાયો રાષ્ટ્રીય પર્વ


SHARE









મોરબીમાં સ્મશાનની પવિત્રભૂમિ ઉપર તિરંગો લહેરાવીને ઉજવાયો રાષ્ટ્રીય પર્વ

આઝાદીના રાષ્ટ્રીય પર્વ નિમિતે દેશમાં દરેક સ્થળો ઉપર તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં મોક્ષધામ એટલે કે સ્મશાનમાં પણ લહેરાયો હતો તિરંગો....આ વતા સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, આજે દેશભરમાં જુદીજુદી જગ્યાઓ પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે તેવા સમયે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મનમાં મોક્ષધામને લઈને જે ડર હોય તે દુર થાય તેવી ભાવના સાથે અને શાંતિના પ્રતિક સમાન સ્મશાન ખાતે તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી

આજે ૭૬ માં સ્વાતંત્રય પર્વ નિમિતે દેશભરમાં આન, બાન અને શાનથી ખુલ્લા આકશમાં તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભરતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સામાકાંઠે વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે આવેલ સોનાપુરી સ્મશાન ખાતે જઈને ત્યાં ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ તકે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ખાસ કરીને સ્મશાન કે જે જગ્યાએ સામાન્ય રીતે લોકો મૃત્યુ પામે પછી જ જવાનું હોય છે તેવી માન્યતા બાળકોના મનમાં હતી તેને દુર કરવામાં આવી હતી

 શિક્ષણ ક્ષેત્ર શહેરના સામાકાંઠે વિસ્તારમાં આગવું નામ ધરાવતી ભારતી વિદ્યાલય શાળા દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે દરમ્યાન આ વર્ષે વિદ્યાર્થીઓ નાનપણથી જ મોક્ષધામ કે જે ખરેખર પવિત્રધામ છે અને ત્યાં શાંતિ હોય છે એટલે કે શાંતિના ધામ ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી સામાન્ય રીતે દરેક જીવ માત્રનો અંતિમ પડાવ મોક્ષધામ હોય છે તેનાથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તેમજ સ્માશન નામ પડતાની સાથે જ બાળકોના મનમાં જે ચિત્ર ઉભું થાય છે તેના કરતા વાસ્તવિક ચિત્ર કેટલું વિપરીત હોય છે તેની સમજણ કેળવાય તે માટે સ્મશાન ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો હતો અને દરવર્ષે ભારતી વિદ્યાલય દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સ્મશાન ખાતે કરવામાં આવશે તેવું પણ શાળાના સંચાલકો કહી રહ્યા છે

દરિયાથી લઈને પહાડ સુધી દરેક જગ્યાએ આજે તિરંગો લહેરાવીને દેશના દરેક ખૂણે ખૂણામાં દેશવાસીઓ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભારતમાં એક માત્ર મોરબી શહેરની અંદર સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શાળાના સ્થાપક લાલજીભાઈ મહેતા, સંચાલક હિતેશભાઇ મહેતા, આગેવાન ઘનશ્યામસિંહ ઝાલા, બળવંતભાઈ ભટ્ટ સહિતના હાજર રહ્યા હતા અને તેઓએ કહ્યું હતુ કે, સરકારી કે ખાનગી બિલ્ડીગો ઉપર નહિ પરંતુ જે દિવસે પ્રત્યેક ભારતીય નાગરિકના દિલમાં તિરંગો લહેરાઈ જશે તે દિવસે ભારત સ્વર્ગ સમાન બની જશે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી




Latest News