મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના મોટા દહીંસરા ગામે તળાવમાં પડી જતાં યુવતીનું મોત


SHARE









મોરબીના મોટા દહીંસરા ગામે તળાવમાં પડી જતાં યુવતીનું મોત

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના મોટા દહિંસરા ગામે ગોજારો બનાવ બન્યો હતો જેમાં યુવતી કામ સબબ તળાવ નજીક ગઈ હતી અને ત્યાં છાણ વાળું તગારૂ (બકડીયુ) ધોવા માટે જતા પગ લપસી જવાથી તળાવના પાણીમાં પડી ગઈ હતી અને તરતા ન આવડતું હોવાથી ડૂબી જવાથી યુવતીનું મોત નીપજયુ હોવાનો બનાવ સામે આવેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના માળિયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતી માયાબેન દિનેશભાઈ મૈયડ નામની ૨૨ વર્ષીય યુવતી ગામના તળાવના પાણીમાં ડૂબી જતા તેણીનું મોત નીપજ્યું હતું જેના પગલે તેણીના મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો અને બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બનાવ સંદર્ભે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતક માયાબેન મોટા દહિંસરા ગામે આવેલા પાણીના તળાવ નજીક કામ સબબ ગયા હતા અને ત્યાં છાણ વાળું તગારૂ ધોવા જતા સમયે પગ લપસી જતા અકસ્માતે તેઓ તળાવના પાણીમાં ડૂબી ગયા હતા અને માયાબેનને તરતા ન આવડતું હોવાના લીધે ડૂબી જવાથી માયાબેન દિનેશભાઈ મૈયડ નામની ૨૨ વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું જેના પગલે નાના એવા મોટા દહીંસરા ગામે ગમગીની વ્યાપી ગઈ હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જે બનાવમાં યુવાનને ઇજા થતા સારવાર માટે ખસેડાયો હતો.મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અનિલભાઈ કુશ્વાહ (ઉંમર ૩૦) રહે.નીલકંઠ સોસાયટી સામાકાંઠે મોરબી-૨ વાળાને ટીંબડી ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જતા સમયે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થઈ હતી જેથી સારવારમાં લઈ જવામાં આવ્યો હતો જે અંગે હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતનો બીજો બનાવ પણ મોરબીના માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામ નજીક બન્યો હતો જ્યાં એચપી પેટ્રોલ પંપ પાસેથી બાઈક લઈને જતા સંજયભાઈ ભૂદરભાઈ સુરાણી (ઉંમર વર્ષ ૨૫) રહે ખીરઈ (પંચવટી) તાલુકો માળીયા જી.મોરબીવાળાને ઇજા પહોંચતા તેને પણ ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયો હતો જે અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી વધુ તપાસ હાથ ધરાય છે.






Latest News